જ્યારે તમે આધ્યાત્મિક માર્ગે પ્રવેશો છો ત્યારે બધું જ ઉથલપાથલ થતું હોય અને ધાંધલધમાલની તથા તમામ માટે પ્રશ્નો ઉદભવે તેવી સ્થિતિ સર્જાતી હોય છે. તમે ક્યાં ઊભા રહેવું તે સુદ્ધાં કે બીજું કાંઇ સમજી શકતા નથી.
આધ્યાત્મિકતાને જાણતા સમજતા પૂર્વે તમે આત્મસંતોષી અન સાહજિક તથા આરામપ્રદ હો છો. તમે સવારનો ચા-નાસ્તો કરો છો અને તે જ અંતિમ છે તેમ વિચારો છો પરંતુ હવે કશાનું મહત્વ હોતું નથી. તમે ખાતા ઊંઘતા કે અન્ય કાંઇ પણ કરતા હો તેવી અનુભૂતિ થતી નથી કારણ કે હવે કશું જ મહત્વનું હોતું નથી. આમ જોવા જાવ તો આ બધું જ અગાઉ પણ મહત્વ હતું જ નહીં. આ બધું જ મહત્વનું – જરૂરી છે તેમ માનવા માટે તમે તમારી જાતે જ છેતરાયા હોવ છો. જો તે સાચા અર્થમાં મહત્વનું હોત તો પછી તમે તે જવા શા માટે દીધું? જો તમે સાચે જ કોણ કોનું અને કોનું શું છે તે જાણતા હતા તો પછી તમે ગૂંચવાડામાં કેમ પડ્યા? તમે ગૂંચવાયેલા છો તેનો અર્થ જ તમે તે જાણતા નથી. તમે તમારી સગવડ અને સુરક્ષા માટે ખોટા તારણો કાઢ્યા હતા.
તમે જે કાંઇ ઝંખો છો અને માંગો છો તે જ તમારી સહજતા – આશ્વાસન હોય તો તમારી જિંદગી સાથે બધું જ બરાબર છે અને તમે સર્વાંગસંપૂર્ણ છો તેમ માનવાની માનસિકતા ઉદભવતી હોય છે. ‘મારૂં ઘર સારૂં છે, મારા પતિ અદભુત છે, મારા બાળકો શ્રેષ્ઠ છે’ તેમાં જ તમારૂં જીવન બંધાઇ જાય છે. તમે તમારા જીવનને રોજેરોજ આમ કહ્યા કરો છો અને તે ઘટનાક્રમ ચાલ્યા જ કરે છે. તમે તમારી જાતને મૂર્ખ બનાવવા કેટલા માર્ગ અપનાવો છો તેનું મહત્વ નથી પરંતુ ક્યાંક ને ક્યાંક ક્યારેક તો તીવ્રેચ્છા ઉદભવતી જ હોય છે. તમે તમારા જીવનમાં જેને સુખઆનંદ માનો છો તેના તરફ ધ્યાનથી જોશો તો ઉપર ઉપરથી તો બધું જ સુખ અને આનંદદાયી લાગશે પરંતુ ઊંડેઊંડે તો કશીક યાતના ધરબાયેલી જ હશે. દબાયેલા – કચડાયેલાઓ હંમેશા તીવ્રેચ્છા ધરાવતા હોવાના કારણે આ યાતના હોય છે. આવી યાતના પરત્વે સજાગ થવા માટે પણ ઘણા લોકોને આખો જન્મારો લાગી જતો હોય છે.
આધ્યાત્મિક માર્ગે પ્રવેશવાનો અર્થ જ તમે તમારી યાતનાઓ પરત્વે સજાગ થયા છો. તમે જે યાતના સભાનપણે વેઠતા હતા તેના પરત્વે હવે સજાગ થયા છો. આધ્યાત્મિક માર્ગે પ્રવેશવાનું ગુરૂ સાથે રહીને શક્ય બને છે. જો શક્યતાએ વાસ્તવિકતા બનવાનું હોય તો પહેલી બાબત તે છે કે તમે બધી બાબતોને જેવી છે તે રીતે જોવા ઇચ્છો છો કે તૈયાર છો. તમે ઓછામાં ઓછું તમારી મર્યાદા સ્વીકારવા તૈયાર છો. જો તમારે તમારી મર્યાદા છૂપાવવી હોય તો પછી મુક્તિનો પ્રશ્ન જ ક્યાં ઉદભવે છે? તમે શક્યતાને નષ્ટ કરી દીધી છે. જો અત્યારે તમને સાંકળથી બાંધી દેવામાં આવે અને જો એક દિવસ મુક્તિ (સાંકળથી છૂટકારો) આવવાની હોય તો સૌથી પહેલાં તો તમે સાંકળથી બંધાયેલા હો તે જોવું રહ્યું. જો તમે તમારી જાતને સાંકળથી બંધાયેલા ના ઇચ્છતા હો તો તમારી જાતની મુક્તિનો પ્રશ્ન જ ઉદભવતો નથી.
તમે સાંકળથી બંધાયેલાં છે તેવું તમને સમજાય છે ત્યારે પીડા, યાતના, સંઘર્ષ અને ગૂંચવાડાની અનુભૂતિ થવાની જ. જૂની યાદ પણ તાજી થશે કે આના કરતાં તો હું પહેલાં સારો હતો. તમારૂં મગજ આમ જ વર્તે છે. તમારા અસ્તિત્વની ટેકનિક કે વ્યવસ્થા પ્રમાણે ચોક્કસ બિનઆનંદપ્રદ બાબતોને ભૂંસવાનો અને હાલમાં જે છે તેના કરતાં ભૂતકાળ વધુ આનંદપ્રદ હતો તેમ છતું કરવાનો માર્ગ તમારી યાદશક્તિમાં રહેલો છે. અસ્તિત્વની આ એક યુક્તિ છે, જો આમ ના થતું હોત તો તમે માનસિક રીતે પડી ભાંગો તેમ પણ બને.
તમારી પાસેથી કોઇ કશું જ લઇ જઇ શકે નહીં તેવું કાંઇ કોઇ લઇ શકતું નથી અને તે તમારૂં પરમસુખ અને સાચી મુક્તિ છે. લોકોને સ્વર્ગમાં મોકલવામાં મને રસ નથી. મને તો લોકોને એવા બનાવવામાં રસ છે કે, જો તેમને નરકમાં જવું પડે તો પણ કોઇ તેમને યાતના આપી શકે નહીં. તેમને વેઠવું પડે નહીં તે જ સાચી આઝાદી કે મુક્તિ છે. મારે સ્વર્ગમાં જ જવું છે તે સૌથી મોટી ગુલામી છે. ધારો કે, તમે ખોટી જગ્યાએ ભરાઇ પડ્યા છો, ધારો કે કોઇ તમારા વિમાનનું સ્વર્ગના માર્ગેથી અપહરણ કરે અને તે વિમાનને તૂટી પડવા દેવાના બદલે ખોટી જગ્યાએ વિમાને ઉતરાણ કરાવે તો પણ તમે પૂરા થઇ ગયા હો છો. તમે હંમેશથી એવું જીવન જીવતા આવ્યા છો જેમાં કોઇક ને કોઇક તમારી પાસેથી કાંઇક ને કાંઇક લેતું રહ્યું હોય. મારે સ્વર્ગમાં જવું છે! તેનો અર્થ જ તમે હજુ યાતના વેઠવા સક્ષમ છો. આ જ કારણે તમારે સારા સ્થળે જવું છે. ગૌતમ બુદ્ધે વારંવાર કહ્યું હતું કે, મારે સ્વર્ગમાં નહીં, નર્કમાં જવું છે. લોકો તેમને તરંગી અને ગાંડપણ ભર્યા માનતા હતા. પરંતુ મુક્તિ પામેલા માણસો આવા જ હશે. મારે નર્ક સાથે શું તકલીફ છે? નર્કથી મને કોઇ યાતના – તકલીફ નથી માટે હું નર્કમાં જઇશ આવું માનવાવાળો માણસ મુક્ત આઝાદ છે.
– Isha Foundation