આત્મઘાતી
September 30, 2025. REUTERS/Stringer

પાકિસ્તાની શહેર ક્વેટામાં મંગળવાર, 30 સપ્ટેમ્બરે અર્ધલશ્કરી દળના મુખ્યાલયની બહાર થયેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા હતા અને 30થી વધુ ઘાયલ થયાં હતાં. બોમ્બ વિસ્ફોટ પછી ઘણા બંદૂકધારીઓ મુખ્યાલયમાં ઘૂસી ગયા હતાં અને અર્ધલશ્કરી દળો સાથે ફાયરિંગ ચાલુ થયું હતું, એમ પ્રાંતીય મુખ્યપ્રધાન સરફરાઝ બુગતીએ ટેલિવિઝન ભાષણમાં જણાવ્યું હતું. ક્વેટા અશાંત બલુચિસ્તાન પ્રાંતની રાજધાની છે, જે અફઘાનિસ્તાન અને ઈરાનની સરહદ પર આવેલું છે.

વિસ્ફોટ પછી શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિસ્ફોટ પછી ઘટનાસ્થળે ફાયરિંગના અવાજો પણ સંભળાયા હતા, જેના કારણે લોકો સલામત સ્થળે જતા રહ્યા હતા.આત્મઘાતી હુમલાખોર પિકઅપ ટ્રક ચલાવી રહ્યો હતો અને સુરક્ષા દળોએ ચાર વધુ હુમલાખોરોને ઠાર માર્યા હતા.હુમલાખોર દ્વારા નાગરિકો અને સૈનિકો સહિત દસ લોકો માર્યા ગયા હતા

ક્વેટા શહેરમાં સ્થિત સેનાના ફ્રન્ટિયર કોર્પ્સ મુખ્યાલય પાસે જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલે ભયાનક હતો કે તેનાથી આસપાસના ઘરો અને ઇમારતોની બારીઓના કાચ તૂટી ગયા હતાં. આ હુમલામાં અત્યાર સુધીમાં 10 લોકોનાં મોત થયા હોવાના અને આશરે 30થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્યાં હતાં. વિસ્ફોટ પછી બલૂચિસ્તાનના આરોગ્યપ્રધાન બખ્ત મુહમ્મદ કાકર અને સ્વાસ્થ્ય સચિવ મુજીબ-ઉર-રહેમાન દ્વારા સિવિલ હોસ્પિટલ ક્વેટા, બીએમસી હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટરમાં ઇમરજન્સી જાહેર કરાઈ હતી.

LEAVE A REPLY