લંડનના હેરો ખાતે હરિસુમિરન મંદિરે લાભ પાંચમના શુભ દિવસે પૂ. ગુરુપ્રસાદ સ્વામી અને પૂ. હરિચિંતન સ્વામીના સાનિધ્યમાં નવ પ્રતિષ્ઠિત ઠાકોરજી સમક્ષ ૮૦૦ જેટલી વિધવિધ વાનગીઓના ભવ્ય અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બોબ બ્લેકમેન, એમપી, હેરો કાઉન્સિલના મેયર રામજીભાઈ ચૌહાણ, કાઉન્સિલરો સર્વ શ્રી જયંતીભાઈ પટેલ, મહંમદ બટ્ટ, ભગવાનજીભાઈ ચૌહાણ, અજયભાઈ મારુ,  પૂર્વ કાઉન્સિલર નવીનભાઈ શાહ, લંડન એસેમ્બલીના પૂર્વ સભ્ય અને પ્રોસ્પેક્ટીવ પાર્લામેન્ટરી કેન્ડીડેટ કૃપેશભાઈ હિરાણી, ઓવરસીઝ બીજેપીના પ્રેસિડેન્ટ સુરેશ મંગલગીરી સહિત સમાજના અગ્રગણ્ય મહાનુભાવોએ ઉત્સવમા હાજરી આપીને અન્નકૂટ ઉત્સવ સભાનો તથા મહાઆરતીનો લાભ લીધો હતો.
અન્નકૂટ ઉત્સવની સભામાં સૌ પ્રથમ પૂ. હરિચિંતન સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને  દિવાળી ઉત્સવના મહત્વ અને તેનું આપણા જીવનમા શું સ્થાન હોવું જોઈએ એ સમજાવ્યું હતું.

પૂ. ગુરુપ્રસાદ સ્વામીએ સૌને પોતાની વિનમ્ર અને મીઠી વાણીથી મંત્રમુગ્ધ કરી દીધા હતા. ત્યાર બાદ ચિરાગભાઈ મેહતાએ હરિસુમિરન મંદિરના કાર્યોની માહિતી આપી હતી. લગભગ હજાર જેટલા હરિભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને ભવ્ય વાતાવરણમા અન્નકૂટ ઉત્સવની ઉજવણી થઈ હતી.

LEAVE A REPLY

one × two =