બ્રિટિશ આર્મી કેપ્ટન હરપ્રીત ચાંડીએ કોઇની મદદ વગર એન્ટાર્કટિકા પાર કરનાર પ્રથમ રંગીન મહિલા બનીને ઈતિહાસ રચ્યો છે. તેમણે માત્ર 40 દિવસમાં 700 માઈલનું અંતર પૂર્ણ કર્યું હતું.

તેમણે તા. 3ના રોજ ટ્વિટર સંદેશમાં જણાવાયું હતું કે, ” #polarpreet એન્ટાર્કટિકામાં એકલા હાથે અભિયાન પૂર્ણ કરનાર પ્રથમ રંગીન મહિલા બનવાનો ઇતિહાસ રચ્યો છે.’’

તેણીએ એન્ટાર્કટિકાની કઠોર પરિસ્થિતિઓનો સામનો કરતી વખતે માંદગી અને ઝાડાનો તેમજ -50°C તાપમાન અને 60 માઇલ પ્રતિ કલાકના પવનનો સામનો કર્યો હતો તેમજ

પોતાની કીટ પણ સ્લેજ પર ખેંચવી પડી હતી.

બ્રિટિશ આર્મીના ચીફ ઓફ ધ જનરલ સ્ટાફે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે ‘’તે સમય કરતાં પહેલાં દક્ષિણ ધ્રુવ પર પહોંચી ગઈ છે. @PreetChandi10ને દક્ષિણ ધ્રુવ પર 700-માઇલનો અસમર્થિત ટ્રેક પૂર્ણ કરવા બદલ અભિનંદન. આપણા સૈનિકોની હિંમત અને દૃઢ નિશ્ચયનું પ્રેરણાદાયી ઉદાહરણ. શાબ્બાશ! @BritishArmy”.

32 વર્ષના ચાંડી, ઈંગ્લેન્ડના નોર્થ વેસ્ટમાં એક મેડિકલ રેજિમેન્ટમાં કામ કરે છે અને તેમની પ્રાથમિક ભૂમિકા ક્લિનિકલ ટ્રેઈનિંગ ઑફિસર તરીકે આર્મીમાં મેડિક્સ માટે તાલીમનું આયોજન અને માન્યતા કરવાની છે. તે લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીમાં પાર્ટ-ટાઇમ, સ્પોર્ટ્સ અને એક્સરસાઇઝ મેડિસિનમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી રહ્યાં છે.