America's fight against racial discrimination reaches Canada

એફબીઆઇના તાજેતરના રીપોર્ટમાં જણાવ્યા મુજબ, અમેરિકામાં વર્ષ 2020માં હેઇટ ક્રાઇમની સંખ્યા વધીને 12 વર્ષમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી છે, જે અશ્વેતો અને એશિયન પીડિતોને લક્ષ્યાંક બનાવનાર વધતા હુમલાઓથી પ્રેરિત છે.
ફેડરલ એજન્સીએ ગયા વર્ષે એકંદરે 7,759 હેઇટ ક્રાઇમની નોંધણી કરી હતી, વૈશ્વિક મહામારી, પ્રેસિડેન્ટપદની વિભાજિત ચૂંટણી અને અનિશ્ચિત અર્થતંત્રના 12 મહિનામાં હતી. વર્ષ 2019થી કુલ 6 ટકાનો વધારો દર્શાવે છે અને તે વર્ષ 2008 પછી સૌથી વધુ છે, ત્યારે 7,783 હેઇટ ક્રાઇમ નોંધાયા હતા.
છેલ્લા સાત વર્ષમાં છ વાર હુમલાની સંખ્યામાં વધારો થયો છે. ફેડરલ આંકડા મુજબ , વર્ષ 2014થી નોંધાયેલા હેઇટ ક્રાઇમની સંખ્યામાં લગભગ 42 ટકાનો વધારો થયો છે.
આંકડામાં દર્શાવવામાં આવ્યું છે કે, અશ્વેતોને લક્ષ્યાંક બનાવતા હુમલા 1,930 થી વધીને 2,755 થયા છે અને એશિયનોને લક્ષ્યાંક બનાવવાની સંખ્યા 158થી વધીને 274 થઈ છે. આ આંકડા ત્યારે સામે આવ્યા છે જ્યારે નાગરિક અધિકાર જૂથોએ શ્વેત રાષ્ટ્રવાદમાં વધારો અને દેશભરમાં હિંસક ગુનાના સ્તરમાં વધારા વચ્ચે લઘુમતીઓ પ્રત્યે વધતી દુશ્મનાવટની ચેતવણી આપી છે.
શ્વેત લોકોને લક્ષ્યાંક બનાવતા હુમલાઓ વધીને 773 થયા, જેમાં અંદાજે 16 ટકાનો વધારો થયો છે.
આ અંગે એટર્ની જનરલ મેરિક ગારલેન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘આ હેઇટ ક્રાઇમ અને અન્ય પૂર્વગ્રહ સંબંધિત ઘટનાઓ સમગ્ર સમાજમાં ડર ઊભો કરે છે અને આપણું લોકતંત્ર જેના પર ઊભું છે તે સિદ્ધાંતોને નબળા પાડે છે.’ તેમણે ઘટનાની નોંધ સુધારવા અને કાયદા અમલીકરણની તાલીમ વધારવા માટે જસ્ટિસ ડીપાર્ટમેન્ટે લીધેલા પગલાંનો ઉલ્લેખ કર્યો હતો.
કોંગ્રેસે આદેશ આપ્યો છે કે સ્થાનિક કાયદા અમલીકરણ એજન્સીઓના રીપોર્ટના આધારે FBI વાર્ષિક હેઇટ ક્રાઇમના આંકડા એકત્રિત કરે. વર્ષ 2020 માં, તે પ્રયાસો કરનાર એજન્સીઓની સંખ્યા સતત બીજા વર્ષે ઘટીને 15,136 થઈ, જે 2019ની તુલનાએ 422 ઓછી છે. જે એજન્સીઓએ પ્રયાસ કર્યો હતો તે પૈકીની મોટાભાગના એજન્સીઓએ એ કોઈ હેઇટ ક્રાઇમની નોંધણી કરી નથી.
કોંગ્રેશનલ ડેમોક્રેટ્સ અને નાગરિક અધિકારોના હિમાયતીઓએ હેઇટ ક્રાઇમ અને પક્ષપાતની અન્ય ઘટનાઓમાં મોટી ખામી તરીકે તેની ટીકા કરી છે અને કહ્યું છે કે સ્થાનિક પોલીસને હેઇટ ક્રાઇમને કેવી રીતે ઓળખવા અને તેની નોંધ કરવામાં નબળી તાલીમ આપવામાં આવે છે અને તેમની પાસે પૂરતા સંસાધનો અથવા રૂચિનો અભાવ જોવા મળે છે.