પ્રતિકાત્મક તસવીર (istockphoto)

બર્મિંગહામમાં રહેતા ભારતીય મૂળના રાધિકા કુલકર્ણી અને રમના નાગુમલ્લીના ઘરના દરવાજા પર લાતો મારી તેમને “કાફિર” કહીને પરેશાન કરાતા હોવાના સમાચારને પગલે બ્રિટનના હિન્દોમાં રોષ ફેલાયો છે. તેઓ આ પજવણીને તેમની જાતિ અને ધર્મથી પ્રેરિત નફરતના અપરાધ માને છે અને પોતાનું ઘર છોડતા ડરે છે.

પોલીસે દંપતીને જણાવ્યું હતું કે યુવકોએ ઉત્પીડન કર્યું હોવાનું કબૂલી પસ્તાવો વ્યક્ત કર્યો હતો, પરંતુ તેને વંશીય રીતે ઉશ્કેરણીજનક અપરાધ તરીકે ગણવા માટે પૂરતા પુરાવા નથી.

આઠ વર્ષની પુત્રી ધરાવતા દંપતીએ આ વર્ષે જુલાઈમાં પાંચ વખત પજવણી કરી હોવાની પોલીસને જાણ કરી હતી. જેમાં એક વખત તો યુવાનોના જૂથે તેમને સ્થાનિક લેઝર સેન્ટરની બહાર ઘેરી લીધા હતા.

હોમ ઑફિસના આંકડા મુજબ 2011/12માં 2,531 અને 2022/23માં, તે વધીને 8,897 રેસ હેટ ક્રાઇમના ગુના નોંધાયા છે. સમાન સમયગાળામાં નોંધાયેલા ધાર્મિક અપ્રિય ગુનાઓમાં 1,491 ટકાનો વધારો થયો છે.

LEAVE A REPLY

1 × two =