એક અમેરિકન અધિકારીએ ગુરુવારે એક સ્પષ્ટતા કરી છે કે, ડેમોક્રેટિક કોંગ્રેસવૂમન ઇલ્હાન ઓમરના તાજેતરના પાકિસ્તાનના પ્રવાસને સરકારે સ્પોન્સર કર્યો નથી. ઓમરની પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)ની મુલાકાતને ભારતે ગુરુવારે વખોડી છે, અને જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં તેમની મુલાકાતથી દેશના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન થશે, આ પ્રવાસ તેમની સંકુચિત માનસિકતાવાળા રાજકારણને પ્રતિબિંબિત કરે છે. તેઓ ત્યાં દેશના નવા વડા પ્રધાન શેહબાઝ શરીફ, ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને અન્ય નેતાઓને મળ્યા હતા. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઇસે જણાવ્યું હતું કે, હું તે બાબત સમજ છું, રીપ્રેઝન્ટટેટિવ ઓમરના પાકિસ્તાનના પ્રવાસને અમેરિકન સરકારે સ્પોન્સર નથી કર્યો.
ભારતના વિદેશી બાબતોના પ્રવક્તા અરિંદમ બાગચીએ ઓમરના પીઓકેના પ્રવાસને વખોડતા દિલ્હીમાં જણાવ્યું હતું કે, ‘યુએસ રીપ્રેઝન્ટટેટિવ ઇલ્હાન ઓમરે ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના હિસ્સાની મુલાકાત લીધી છે તે અમારા ધ્યાનમાં આવ્યું છે, આ વિસ્તારમાં પાકિસ્તાને અત્યારે ગેરકાયદે કબજો જમાવ્યો છે. ‘જો આવા રાજકારણી ઘરમાં તેમનાં સંકુચિત રાજકારણ કરવા ઇચ્છે છે, તો તે તેમનું કામ હોઈ શકે છે. પરંતુ તે આપણી પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરવાથી તે આપણું બની જાય છે. આ મુલાકાત વખોડવા લાયક છે.’