ફલોરિડામાં ગેરકાયદે વસવાટ કરી રહેલા ભારતના 22 વર્ષીય અથર્વ શૈલેષ સાથાવનેને છેતરપિંડી અને મની લોન્ડરિંગનું ષડયંત્ર રચવાના આરોપમાં તાજેતરમાં ફેડરલ જ્યૂરી દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ફ્લોરિડાના નોર્ધન ડિસ્ટ્રિક્ટના એટર્ની જોન પી. હીકીને આ ચૂકાદાની વિગતો જાહેર કરી હતી. કોર્ટમાં આપવામાં આવેલી જુબાની અને અન્ય ડોક્યુમેન્ટ્સમાં દર્શાવ્યા મુજબ, આ યુવકે આંતરરાષ્ટ્રીય છેતરપિંડી યોજનામાં કુરિયર તરીકે કામ કર્યું હતું. તેણે વૃદ્ધ પીડિતો સાથે અંદાજે આઠ મિલિયન ડોલરની છેતરપિંડી કરી હતી. તેણે છેતરપિંડી આચરવા માટે વૃદ્ધ પીડિતોને રોકડ કે સોનું મેળવવા તેમના નિવૃત્તિ માટેના નાણાનો ઉપયોગ કરવા માટે સમજાવ્યા હતા. તે દેશમાં ગેરકાયદે વસવાટ કરતો હતો. તેણે વૃદ્ધ પીડિતો પાસેથી રોકડ અને સોનું લઇને અજાણ્યા વ્યક્તિઓને પહોંચાડ્યું હતું. રોકડ અને સોનાની હેરાફેરી કરવા માટે તેણે અન્ય લોકોની મદદ લીધી હતી, જેમાંથી કેટલાક લોકો ભારતમાં હતા. એક વૃદ્ધ પીડિતને છેતરપિંડી થઇ હોવાની શંકા થયા પછી તેણે પોલીસને જાણ કરીને ફ્લોરિડાના ગેઇન્સવિલેમાં કુરિયર તરીકે કામ કરી રહેલા આ શખ્સને પકડવા માટેની યોજના ઘડી હતી. અથર્વ સાથાવને દરેક ગુનામાં 20 વર્ષ સુધીની જેલ સજા થઇ શકે છે. ગેઇન્સવિલેના કોર્ટ હાઉસમાં ચીફ ડિસ્ટ્રિક્ટ જજ એલન સી. વિન્સોર આ વર્ષે 16 ડિસેમ્બરના રોજ તેને સજા જાહેર કરશે.

LEAVE A REPLY