પાકિસ્તાનમાં કોરોના વાઈરસના કેસ એક હજારના આંકડાને વટાવી ગયા છે. સાત વ્યક્તિના મોત થયા છે. પાકિસ્તાનના ન્યૂઝ પેપર ડોનના અહેવાલ મુજબ સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર સિંધ છે, જ્યાં અત્યાર સુધીમાં 410 કેસ સામે આવ્યા છે. બીજા નંબરે પંજાબ આવે છે, જ્યાં 296 કેસ અને બલૂચિસ્તાનમાં 110 કેસ નોંધાયા છે.

પાકિસ્તાનમાં ઘણા વિસ્તારને લોકડાઉન કરાયા છે. ઘણા લોકો લોકડાઉનનું પાનલ ન કરતા પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ કડક સંદેશ આપતા કહ્યું હતું કે લોકો પોતાની આદત નહીં સુધારે તો મજબૂરીમાં કર્ફ્યુની જાહેરાત કરવી પડશે. આના સિવાય બીજો કોઈ વિકલ્પ અમારી પાસે નથી. તેમણે વિદેશમાં રહેલા પોતાના નાગરિકને આર્થિક મદદથી અપીલ કરી છે.

ધ ડોન સમાચાર પત્ર મુજબ ઈમરાન ખાને ટીવી ઉપર ઈન્ટરવ્યુમાં આ વાત કહી છે. વિશ્વના બીજા દેશોએ પણ પાકિસ્તાનને આર્થિક મદદ કરવી જોઈએ. આનું કારણ છે કે તેમના દેશની હાલત ઈટાલી અને યુરોપના બીજા દેશ જેવી નથી. આ દેશોમાં કર્ફ્યુ દરમિયાન લોકોને જરૂરી વસ્તુઓ પૂરી પાડવામાં આવી રહી છે.

તેમણે વધુમાં કહ્યું કે જો લોકોને ઘરમાં રહેવા માટે મજબૂર કરવામાં આવશે તો તે ગરીબો માટે નુકસાનકારણ સાબીત થશે. કારણ કે આ લોકો રોજનું કમાઈને રોજ ખાય છે. તેઓની પાસે આ અંતિમ વિકલ્પ હશે. લોકોએ આ માટે મજબૂર ન કરવા જોઈએ. જ્યારે 21 કેસ સામે આવ્યા ત્યારેજ ઘણા વિસ્તારોને લોકડાઉન કરી દેવામાં આવ્યા હતા. લોકોની ભીડ કરવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો. કર્ફ્યુ છતા જો કોરોનાના કેસ નહીં રોકાય તો તેમની પાસે કોઈ વિકલ્પ રહેશે નહીં.

ઈમરાન ખાને એ પણ કહ્યું કે એ નથી જાણતા કે આવી સ્થિતિ ક્યા સુધી રહેશે. તેમના મતે છ મહિના પણ લાગી શકે છે. કોરોના વાઈરસનો સામનો કરવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રુપ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. આ માટે તેને 8 કરોડ રૂપયા અપાયા છે. તેને 80 કરોડ વધારાનું ફંડ અપાશે તેવી વાત છે.