નાગરિકતા સંશોધિત કાયદા (CAA)ના મુદ્દા પર ભારતને કુટનીતિક સફળતા મળી છે. યૂરોપીય સંસદમાં નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) વિરુદ્ધ લાવવામાં આવેલા પ્રસ્તાવ પર વોટિંગ ટાળી દેવામાં આવ્યું છે. પહેલા જે વોટિંગ ગુરૂવારે થવાનું હતું, તે હવે 31 માર્ચે થશે. હકીકતમાં, બિઝનેસ એજન્ડા ક્રમમાં બે મત હતા. પ્રથમ પ્રસ્તાવને પરત લેવાને લઈને હતો. તેના પક્ષમાં 356 મત પડ્યા અને વિરોધમાં 111 મત પડ્યા હતા. તો બીજો પ્રસ્તાવ મતદાનને વધારવા પર હતો. તેના પક્ષમાં 271 અને વિરોધમાં 199 મત પડ્યા હતા. યૂરોપ સંસદના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બ્રસેલ્સમાં આજના સત્રમાં MEPsના નિર્ણય બાદ, નાગરિકતા સંશોધિન કાયદાના પ્રસ્તાવ પર મતદાન માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું છે. મતદાન ટાળવાના જવાબમાં સરકારી સૂત્રોએ કહ્યું કે, ‘ભારતના દોસ્ત’ યૂરોપીય સંસદમાં ‘પાકિસ્તાના દોસ્ત’ પર હાવી રહ્યાં હતા.