બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભારત કોવિડ રાહત ભંડોળ માટે સાયકલ ચલાવતા લંડનના મેયર સાદિક ખાન (હોલી એડમ્સ / ગેટ્ટી ફોટો)
  • સ્વાતિ રાણા

ભારતમાં કોવિડ ચેપના વધતા દર અને મૃત્યુને કારણે વિશ્વભરના દેશોમાં આવેલા સમુદાયો અને સખાવતી સંસ્થાઓ દ્વારા રાહતના પ્રયાસો શરૂ કરાયા છે. ઓક્સિજનની અછત અને હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ ન હોવાના અનેક અહેવાલો વચ્ચે સખાવતી સંસ્થાઓએ ઓક્સિજન સિલિન્ડર – કોન્ટ્રેસેન્ટર્સ, પી.પી.ઇ. કીટ અને તબીબી પુરવઠો પૂરા પાડવા માટે ચેરીટી અપીલ શરૂ કરી છે. જેની વિગત અને દાન કરવા માટેની લિંક અહિં આપવામાં આવી છે.

બ્રિટિશ એશિયન ટ્રસ્ટ (બીએટી): આ ટ્રસ્ટે ‘ઓક્સિજન ફોર ઈન્ડિયા અપીલ’ શરૂ કરી છે જેનું લક્ષ્ય હોસ્પિટલોમાં ઓક્સિજન કોન્ટ્રેસેન્ટર્સ તેમજ અન્ય સહાય પૂરી પાડવાનું છે. એક સપ્તાહમાં £2 મિલિયનથી વધુ રકમ એકત્ર કરાઇ છે. ભારત અને યુકે સરકારો સાથે કામ કરતા, ટ્રસ્ટના સલાહકારો અને ભારતમાં પ્રોગ્રામ ભાગીદારોએ સમર્થનની રૂપરેખા આપી છે. આ ટ્રસ્ટનું લક્ષ્ય છે કે શક્ય તેટલી ઝડપથી ‘‘એક્સિજન કોન્ટ્રેસેન્ટર્સ’ હોસ્પિટલોમાં પહોંચાડવા. https://britishasiantrust.enthuse.com/covidnow#!/

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા: બીએપીએસએ ભારતમાં રાહત પ્રયાસોને ટેકો આપવા માટે કટોકટી અભિયાન શરૂ કર્યું હતું. યુકેમાં બીએપીએસએ ભારતમાં તેના કોવિડ -19 રાહત કાર્યને ટેકો આપવા માટે છ દિવસમાં £600,000થી વધુ એકત્ર કર્યા છે. તેના ‘સાયકલ ટુ સેવ લાઇવ ઇન ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત લંડન, ચિગવેલ અને લેસ્ટરના મંદિરોમાં દિવસ-રાત 787 સહભાગીઓએ સાયકલ ચલાવી હતી. જેમના સામુહિક પ્રયાસો થકી 13,000 થી વધુ દાતાઓ દ્વારા £600,000થી વધુ એકત્રિત કર્યા હતા. http://londonmandir.baps.org/support-us/

બ્રિટિશ ઇન્ડિયન જ્યુઇશ એસોસિએશન (બીઆઇજેએ): બ્રિટિશ એશિયન ટ્રસ્ટના પ્રયાસોને ટેકો આપતા, બીઆઇજેના અધ્યક્ષ ઝાકી કૂપર અને ડૉ. પીટર ચઢ્ઢાએ જણાવ્યું હતું કે આ અપીલ માટે £ 110,000 થી વધુ એકત્ર કર્યા છે જેનાથી શ્વાસ લેવામાં મુશ્કેલી ધરાવતા 220,000 દર્દીઓને ઓક્સિજન કોન્ટ્રેસેન્ટર્સ દ્વારા મદદ કરાશે. ભારત આપણા સમુદાયોમાં ઘણા લોકો માટે એક ખૂબ જ ખાસ દેશ છે. www.bija.org.uk/home

ડિઝાસ્ટર ઇમરજન્સી કમિટી: ડીઈસીએ કોવિડ-19થી આસર પામેલા દેશોને મદદ કરવા ભંડોળ એકત્ર કરવા માટે યુકેની 14 સહાય ચેરિટીઝને એકત્ર કરી છે. જુલાઈ 2020 માં કોરોનાવાયરસ અપીલ શરૂ કર્યા બાદ £41 મિલિયન એકત્ર કર્યા છે. ભારતમાં વિનાશક કોરોનાવાયરસને જોતાં, તેણે 28 એપ્રિલ, 2021 ના રોજ ભારતને સમાવિષ્ટ કરી અપીલ લંબાવી હતી. આજની તારીખે, પ્રાપ્ત થયેલા તમામ દાનનો ઉપયોગ ભારતના સંકટને જવાબ આપવા માટે કરવામાં આવશે. આ કમિટીમાં જોડાયેલી 14 સભ્યોની સખાવતી સંસ્થાઓ આ મુજબ છે. એક્શન અગેસ્ટ હંગર, એક્શન એઇડ, એજ ઇન્ટરનેશનલ, બ્રિટીશ રેડક્રોસ, કેથોલિક એજન્સી ફોર ઓવરસીઝ ડેવલપમેન્ટ, કેર, ક્રિશ્ચિયન એઇડ, કન્સર્ન વર્લ્ડવાઇડ, ઇસ્લામિક રીલીફ, ઓક્સફામ, પ્લાન ઇન્ટરનેશનલ, સેવ ધ ચાઈલ્ડ, ટીઅરફંડ અને વર્લ્ડ વિઝન. https://donation.dec.org.uk/coronavirus-appeal

ખાલસા એઇડ ઇન્ટરનેશનલ: આ સંસ્થા ભારતભરના તબીબી નેટવર્કને ટેકો આપી રહી છે, જેમાં સ્થાપિત તબીબી સંસ્થાઓ, સુવિધાઓ અને એનજીઓ છે જે કોવિડ -19 દર્દીઓની સહાય માટે જમીન પર કાર્યરત છે. તેણે ભારતમાં ઓક્સિજન કોન્ટ્રેસેન્ટર્સની પ્રથમ બેચ પહોંચાડી છે. હવે પંજાબમાં કોવિડ-19 કેસો વધતા સંગઠન એક પંજાબ અને ભારત મેડિકલ અપીલ શરૂ કરી રહ્યું છે. https://cafdonate.cafonline.org/10244#!/DonationDetails

ઓક્સફામ: સંસ્થાએ ભારતની હોસ્પિટલોમાં તાત્કાલિક ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓને પી.પી.ઇ. કીટ, ઓક્સિજન સિલિન્ડર, અન્ય સાધનો અને તબીબી પુરવઠો પૂરો પાડવા માટે ‘ઈન્ડિયા કોવિડ-19 અપીલ’ જારી કરી હતી. સરકાર સાથે મળીને તેઓ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો માટે માટે ભંડોળ એકત્ર કરશે અને સૌથી સંવેદનશીલ લોકોને સીધી રોકડ રકમ પણ આપશે, જેથી તેઓ ખોરાક, હાઇજીન કીટ વગેરે ખરીદી શકે. તેઓ રસીના ઉત્પાદનમાં વધારો કરવા અને દરેકની પહોંચ સુનિશ્ચિત કરવા સરકારો અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ સાથે પણ જોડાયેલા છે. https://www.oxfam.org.uk/oxfam-in-action/current-emergencies/india-covid-19-appeal/

કેર ઇન્ટરનેશનલ: યુકેમાં કેર ઈન્ટરનેશનલે ભારતમાં તેમની ટીમ હૉસ્પિટલ બેડ, ઓક્સિજન, તબીબી સ્ટાફ, દવાઓ, પીપીઈ કિટ્સની ઉપલબ્ધતા વધારવા અને અસ્થાયી કોવિડ હોસ્પિટલો અને કોવિડ કેર સેંટર સ્થાપિત કરવા લોકોને દાન આપવા વિનંતી કરી છે. તેમનો ઉદ્દેશ કોવિડ-19 રસીકરણ ડ્રાઇવને આગળ વધારવાનો તેમજ સંકટને લીધે આજીવિકા જતી રહેતા સ્થળાંતર થયેલા મજૂરો અને પરિવારોની તાત્કાલિક રાહતની જરૂરિયાતો પહોંચાડવાનો છે. https://donate.careinternational.org.uk/page/81305/donate/1?ea.tracking.id=web-story

શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર: ચેરિટી દ્વારા દક્ષિણ ગુજરાતના ધરમપુરના નવા કોવિડ આરોગ્ય કેન્દ્ર માટે £ 200,000 થી વધુ રકમ એકત્રીત થઇ ચૂકી છે. આ કેન્દ્ર, સેંકડો ગ્રામીણ રહેવાસીઓને સેવા આપે છે. 25 એપ્રિલના રોજ ખોલવામાં આવેલ કેન્દ્રને 100 બેડ સુધી વિસ્તૃત કરાયું છે. જ્યાં આદિવાસી – ગરીબ જરૂરિયાતમંદ લોકોને બધી સારવાર નિ:શુલ્ક આપવામાં આવે છે. એકત્રિત થયેલા ભંડોળનો ઉપયોગ નવા કેન્દ્રને ટેકો આપવા અને કોઈપણ વધારાના ભંડોળનો ઉપયોગ કોવિડ – 19 રાહત – સહાય સહિતના સખાવતી પ્રોજેક્ટ માટે થઈ શકે છે. https://www.srloveandcare.org/coronavirus-relief#schemes

શાંતા ફાઉન્ડેશન: આણંદની શ્રી કૃષ્ણ હોસ્પિટલને મદદ કરવા અપીલ કરી છે, કેમ કે હોસ્પિટલમાં પથારી અને વેન્ટિલેશન ક્ષમતાનો અભાવ છે. હોસ્પિટલમાં વધુ આઈસીયુ અને એચડીયુ બેડની જરૂર છે; ઓક્સિજન જનરેટર્સ ઓન-સાઇટ અને સેફ્ટી કેરગિવર્સ જેવા હેન્ડ રબ, એન-95 માસ્ક, પીપીઇ કિટ્સ વગેરે માટે એકત્ર થનાર કુલ દાનની રકમ જેટલું જ – £1 મિલિયન સુધીનું દાન ફાઉન્ડેશનના દાતાઓ આપશે. હાલમાં £87,400નું દાન એકત્ર થઇ ચૂક્યું છે. https://www.theshantafoundation.co.uk/donate/

બ્રિટીશ એસોસિએશન ફ ફિઝિશ્યન્સ ફ ઈન્ડિયન ઓરિજિન (બાપીઓ): ખોરાક અને તબીબી ઉપકરણો માટે ભંડોળ ઉભું કરવાનું શરૂ કરનાર સંસ્થાએ ભારતીય સાથીદારો સાથે ટેલિ-ટ્રિએજ માટે વર્ચુઅલ હબ શરૂ કર્યું છે. એકત્ર થયેલ નાણાં મહત્વપૂર્ણ તબીબી ઉપકરણો અને જરૂરિયાતમંદોને જમાડવામાં મદદ કરશે. ઓક્સિજન કોન્સનેટ્રેટર્સ અને વેન્ટિલેટર માટે એન.એચ.એસ. અને ભારતના હાઇ કમિશન સાથે મળીને કાર્ય ચાલી રહ્યું છે. 4 મે સુધી, BAPIO ની અપીલને પગલે £124,000થી વધુ રકમ એકત્ર કરાઇ હતી. ટેલિમેડિસિન વર્ચુઅલ હબ સ્થાપિત કરવામાં પણ મદદ કરી રહી છે. સંસ્થાના એકેડેમિક્સ દ્વારા દેશભરની હૉસ્પિટલોમાં ટેલિકન્સલ્ટેશન સ્થાપવાની યોજના જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત બ્રિટીશ તબીબો સીટી સ્કેન અંગે અહેવાલ આપશે, વર્ચુઅલ વોર્ડ રાઉન્ડ દ્વારા ઓછા ગંભીર કેસોમાં મદદ કરાશે અને દર્દીઓને ઘરે પણ મદદ કરાશે. https://www.bapio.co.uk/india-covid-fund/