ભારતમાં વિમાન પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોતર વધી રહી છે. ડિસેમ્બર, 2023માં ડોમેસ્ટિક વિમાન પ્રવાસીઓની સંખ્યા અત્યાર સુધીના સૌથી વિક્રમ સ્તરે નોંધાઈ હતી, જે 1.38 કરોડ હતી. ડિસેમ્બર, 2022ની તુલનાએ ડિસેમ્બર, 2023માં ડોમેસ્ટિક વિમાન પ્રવાસીઓની સંખ્યામાં 8.4 ટકાનો જ્યારે ડિસેમ્બર, 2019 એટલે કે કોરોના કાળની તુલનાએ 6.1 ટકાનો વધારો જોવા મળ્યો હતો. પરંપરાગત રીતે ડિસેમ્બરમાં વર્ષના અંતની રજાઓ અને નવા વર્ષની ઉજવણીને કારણે ઉનાળાની લાંબી રજાઓની તુલનાએ વર્ષના છેલ્લાં મહિનામાં એર પેસેન્જરની સંખ્યા વધુ રહેતી હોય છે.
ડિસેમ્બર મહિનામાં સરેરાશ દૈનિક એર પેસન્જરની સંખ્યા 4.45 લાખ રહી હતી, જે અગાઉના દૈનિક 22,000 પેસેન્જરની તુલનાએ ઘણી વધારે છે. ઈન્ડિગો અને ટાટા જૂથ દ્વારા વિમાનોની સંખ્યામાં વધારો કરવાને કારણે પણ એર પેસેન્જરની સંખ્યામાં વધારો નોંધાયો હતો. નવેમ્બરમાં દિવાળીના તહેવારો છતાં એર ટ્રાફિક સામાન્ય હતો. જોકે બદલાતા આર્થિક સંજોગો અને એરલાઈન્સ દ્વારા સમયાંતરે ડિસ્કાઉન્ટ દરે ટિકિટોના વેચાણને કારણે પણ એર પેસેન્જરની સંખ્યામાં વધારો નોંધાયો હતો.

LEAVE A REPLY

18 − 12 =