India now has the largest share of ICC earnings
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

આગામી ઓક્ટોબર અને નવેમ્બરમાં યુએઈ તથા ઓમાનમાં રમાનારી ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો સમગ્ર કાર્યક્રમ જાહેર કર્યો છે, જે મુજબ લાંબા સમય પછી ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ્સ એક બીજ સામે 24મી ઓક્ટોબરે પહેલીવાર દુબઈમાં રમશે.

ટી-20 વર્લ્ડ કપનો પ્રારંભ 17 ઓક્ટોબરથી ક્વોલિફાઇંગ રાઉન્ડ સાથે થશે. સુપર 12નો મહત્ત્વનો તબક્કો 23 ઓક્ટોબરથી શરૂ થશે. ટૂર્નામેન્ટની બે સેમિફાઇનલ્સ 10 અને 11 નવેમ્બરે રમાશે, જ્યારે ફાઈનલ 14 નવેમ્બરે રમાશે. આઈસીસી ટી20 વિશ્વકપના મુખ્ય રાઉન્ડમાં કુલ 12 ટીમ ભાગ લેવાની છે. આઈસીસીએ આ માટે બે ગ્રુપ બનાવ્યા છે. ભારતીય ટીમ ગ્રુપ-બીમાં છે.