ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ શનિવારે 175.03 કરોડ (1,75,03,86,834)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 60,298 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 4,20,37,536 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.21% થયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 22,270 નવા કેસ નોંધાયા છે. સક્રિય કેસનું ભારણ હાલમાં 2,53,739. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.59% છે,
સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,35,471 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 75.81 કરોડથી વધારે (75,81,27,480) પરીક્ષણો કરવામાં આવ્યા છે. એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.50% છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 1.80% નોંધાયો છે.