REUTERS/Andrew Boyers

ઓસ્ટ્રેલિયાએ ગુરુવાર, 16 નવેમ્બરે કોલકાતાના ઇડન ગાર્ડનમાં રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ત્રણ વિકેટે જીત મેળવી હતી. તેનાથી હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાનો મુકાબલો થશે.

અગાઉ ભારત ફાઇનલમાં પ્રવેશ્યું હતું. બીજી સેમીફાઈનલ પછી ઓસ્ટ્રેલિયાની ફાઈનલમાં એન્ટ્રી થઈ હતી. પ્રથમ બેટિંગ કરતાં સાઉથ આફ્રિકાની ટીમ 49.4 ઓવરમાં 212 રને ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 47.2 ઓવરમાં સાત વિકેટે 215 રન ફટકારી ફાઈનલમાં એન્ટ્રી મેળવી હતી.

સાઉથ આફ્રિકા તરફથી ડેવિડ મિલરે ફટકારેલી સદી એડે ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનિંગમાં આવેલા ટ્રેવિડ હેડે ફિફ્ટી ફટકારવા ઉપરાંત 2 વિકેટ ઝડપી મહત્વનું યોગદાન આપી ટીમને જીત અપાવી હતી. મેચમાં ભારે રસાકસી જોવા મળી હતી. સાઉથ આફ્રિકાનો ઓછો સ્કોર હોવા છતાં ઓસ્ટ્રેલિયાને વિજયના સ્કોર સુધી પહોંચવામાં આંખે પાણી આવી ગયા હતા. જોકે જોશ ઈંગ્લિશ, મિચેલ સ્ટાર્ક અને કેપ્ટન પેટ કમિન્ટની ધૈર્યપૂર્વક બેટીંગના કારણે ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો. હવે 19મી નવેમ્બરે ઓસ્ટ્રેલિયા ભારત સામે ફાઈનલ મેચ રમશે.

સાઉથ આફ્રિકા તરફથી ડેવિડ મિલરે 116 બોલમાં 8 ફોર અને 5 સિક્સ સાથે 101 રન ફટકાર્યા હતાં, જ્યારે હેનરીચ કાલસને 48 બોલમાં 4 ફોર અને 2 સિક્સ સાથે 47 રન, ગેરાલ્ડ કોએત્ઝેએ 19 રન, એડમ માર્કરામે 10 રન, કાગીસો રબાડાએ 10 રન કર્યા હતાં. બાકી તમામ બેટરો ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતાં. બોલિંગમાં ગેરાલ્ડ અને તબરીઝ શામ્સીએ 2-2 વિકેટ, જ્યારે કાગીરો રબાડા, એડમ માર્કરામ અને કેશવ મહારાજે 1-1 વિકેટ ખેરવી હતી.
ઓસ્ટ્રેલયા તરફથી ટ્રેવિસ હેડે અડધી સદી ફટકારવાની સાથે 2 વિકેટ પણ ઝડપી ટીમને જીતાડવામાં મહત્વનું યોગદાન

આપ્યું હતું. ટ્રેવિસે 48 બોલમાં 9 ફોર અને 2 સિક્સ સાથે 62 રન ફટકારવા ઉપરાંત 2 વિકેટ પણ ખેરવી હતી. જ્યારે સ્ટિવ સ્મિથે 30 રન, ડેવિડ વોર્નરે 29 રન, જોશ ઈગ્લિશે 28 રન, માર્નસ લેબુશેને 18 રન, મિચેલ સ્ટાર્કે 16 રન, કેપ્ટન પેટ કમિન્સે 14 રન નોંધાવ્યા હતા. બોલિંગમાં મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સે 3-3 વિકેટ, જ્યારે જોશ હેઝલવુડ અને ટ્રેવિસ હેડે 2-2 વિકેટ ખેરવી હતી.

LEAVE A REPLY

1 × three =