આખરે ભારતના હીટમેન તરીકે ઓળખાતા રોહિત શર્માનો જલવો મેદાનમાં જોવા મળ્યો હતો. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ અંતિમ ક્ષણોમાં ટાઈ થવાથી સુપર ઓવર રમાઈ હતી. આ સુપર ઓવરમાં પ્રથમ દાવમાં ન્યૂઝીલેન્ડે 6 બોલમાં 17 રન કર્યાં હતાં. તેના જવાબમાં ભારતે 18 રન કરીને ન્યૂઝીલેન્ડને વાઈટવોશનો સ્વાદ ચખાડી દીધો છે. રોહિત શર્માની શાનદાર ઈનિંગ અને સુપર ઓવરમાં છેલ્લા બે બોલમાં બે છગ્ગાનો જલવો દર્શકોને ભારે મનોરંજન પીરસી ગયો હતો.

બુધવારે હેમેલિટનના સેડોન પાર્કમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 5 વિકેટ પર 179 રન બનાવ્યા હતા. 180 રનના ટાર્ગેટનો પીછો કરતા ન્યૂઝેલન્ડની ટીમ છ વિકેટના નુકસાને 179 રન બનાવી શકી. અંતિમ ઓવરમાં નવ રનની જરૂર હતી, પણ તે ન બનાવી શક્યું. ન્યૂઝીલેન્ડ વતી વિલિયમ્સને લડાયક ઈનિંગ રમી હતી. તેણે 48 બોલમાં 95 રન બનાવ્યા હતા.

જેમા છ છગ્ગા અને 8 ચોગ્ગાનો સમાવેશ થાય છે. ગુટપીલે 31 રન અને ટેઈલરે 17 રન બનાવ્યા હતા. ભારત વતી શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ શમીએ બે બે વિકેટ તેમજ ચહલ અને જાડેજાએ એક એક વિકેટ લીધી હતી.આજની મેચમાં રોહિત શર્મા આક્રમક મૂડમાં જોવા મળ્યો છે, તેણે 23 બોલમાં ફિફ્ટી પૂરી કરી કરી હતી. રોહિત શર્મા 40 બોલમાં 65 રન બનાવી આઉટ થયો હતો. જેમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. હામિશ બેનેટે એકજ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. તેણે રોહિત શર્મા અને શિવમ દૂબેની વિકેટ લીધી હતી. શિવમ દૂબે ત્રણ રને આઉટ થયો હતો. ભારતની ચોથી વિકેટ 142 રને પડી હતી.શ્રેયસ અય્યર 16 બોલમાં 17 રન બનાવી આઉટ થયો હતો.