(PTI Photo)

અમેરિકાના પ્રતિષ્ઠિત જોન્સ હોપકિન્સ સેન્ટર ફોર ટેલેન્ટેડ યુથે નવ વર્ષની ઇન્ડિયન-અમેરિકન સ્કૂલ ગર્લ પ્રીશા ચક્રવર્તીનો “વિશ્વના સૌથી તેજસ્વી” વિદ્યાર્થીઓની યાદીમાં સમાવેશ કર્યો છે. 90 દેશોના 16,000થી વધુ વિદ્યાર્થીઓની અબવ ગ્રેડ લેવલ ટેસ્ટના રિઝલ્ટના આધારે આ યાદી જાહેર કરાઈ હતી.

સોમવારે મીડિયા રીલીઝમાં જણાવાયું હતું કે પ્રીશા કેલિફોર્નિયાના ફ્રેમોન્ટમાં આવેલી વોર્મ સ્પ્રિંગ એલિમેન્ટરી સ્કૂલની વિદ્યાર્થિની છે અને તેને 2023ના સમરમાં યુએસ સ્થિત જોન્સ હોપકિન્સ સેન્ટર ફોર ટેલેન્ટેડ યુથ (JH-CTY)ની પરીક્ષા ગ્રેડ 3ની વિદ્યાર્થી તરીકે આપી હતી.

વિશ્વભરના 90થી વધુ દેશોના 16,000થી વધુ વિદ્યાર્થીઓના અબવ-ગ્રેડ-લેવલની કસોટીના પરિણામોનું મૂલ્યાંકન પછી પ્રીશા આ યાદીમાં સ્થાન પામી હતી.

CTY ટેલેન્ટ સર્ચના ભાગરૂપે SAT (સ્કોલેસ્ટિક એસેસમેન્ટ ટેસ્ટ), ACT (અમેરિકન કૉલેજ ટેસ્ટિંગ), સ્કૂલ અને કૉલેજ એબિલિટી ટેસ્ટ અથવા સમાન મૂલ્યાંકનમાં અસાધારણ પ્રદર્શન માટે તેનું સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રીશાએ ટેસ્ટના મૌખિક અને ક્વોન્ટિટેટિવ સેક્શનમાં મોખરે રહી હતી અને ગ્રાન્ડ ઓનર્સ મેળવ્યો હતો. આ સફળતાને પગલે પ્રીશા ગણિત, કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ, રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, વાંચન અને લેખનમાં ગ્રેડ 2-12માં એડવાન્સ્ડ વિદ્યાર્થીઓ માટે 250થી વધુ જોન્સ હોપકિન્સ સીટીવાયના ઓનલાઈન અને ઓન-કેમ્પસ પ્રોગ્રામ માટે લાયક બની છે.

પ્રીશા હાઈ-આઈક્યુ સોસાયટી વિશ્વની સૌથી જૂની મેન્સા ફાઉન્ડેશનની આજીવન સભ્ય છે. આ સોસાયટીમાં એવા વ્યક્તિઓને સભ્યપદ મળે છે કે જેઓએ IQ અથવા અન્ય માન્ય બુદ્ધિ કસોટીમાં 98 પર્સન્ટાઈલ અથવા તેનાથી વધુ સ્કોર મેળવ્યો હતો. પ્રીશાએ છ વર્ષની ઉંમરે રાષ્ટ્રીય કક્ષાના NNAT (નાગલીરી નોનવર્બલ એબિલિટી ટેસ્ટ)માં 99 પર્સન્ટાઈલ્સ મેળવીને આ સિદ્ધિ હાંસલ કરી હતી.

LEAVE A REPLY

18 − eleven =