25 જૂન, 2025 ના રોજ મેક્સિકોના ગુઆનાજુઆટો રાજ્યના ઇરાપુઆટોમાં બેરિયો નુએવો વિસ્તારમાં ગોળીબાર થયા બાદ રહેવાસીઓ એકબીજાને દિલાસો આપી રહ્યા છે. . (Photo by MARIO ARMAS / AFP) (Photo by MARIO ARMAS/AFP via Getty Images)

મેક્સિકોના ગુઆનાજુઆટો રાજ્યના ઇરાપુઆટો શહેરમાં રાત્રે એક ધાર્મિક ઉજવણી માટે એકઠા થયેલા લોકો પર બંદૂકધારીઓએ કરેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હતા અને અનેક ઘાયલ થયાં હતાં, એમ સત્તાવાળાએ બુધવારે જણાવ્યું હતું.

લોકો સેન્ટ જોન બાપ્ટિસ્ટની ઉજવણીમાં શેરીમાં ડાન્સ અને ડ્રિંક કરતાં હતા ત્યારે આ ફાયરિંગ ચાલુ થયુ હતું. ઓનલાઈન પ્રસારિત થયેલા વીડિયો અનુસાર, લોકો ચીસો પાડી રહ્યાં હતાં અને ગોળીબારથી બચવા માટે ભાગી રહ્યાં હતાં.

ઇરાપુઆટોના અધિકારી રોડોલ્ફો ગોમેઝ સર્વાંટેસે બુધવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા વધીને ૧૨ થઈ ગઈ છે. લગભગ ૨૦ અન્ય ઘાયલ થયા છે.

પ્રેસિડન્ટ ક્લાઉડિયા શેનબૌમે આ હુમલા પર શોક વ્યક્ત કરીને કહ્યું હતું કે તેની તપાસ ચાલુ કરાઈ છે.
ગયા મહિને, ગુઆનાજુઆટોના સાન બાર્ટોલો ડી બેરિયોસમાં કેથોલિક ચર્ચ દ્વારા આયોજિત પાર્ટીને લક્ષ્ય બનાવતાં ગોળીબારમાં સાત લોકો માર્યા ગયા હતા.

મેક્સિકો સિટીના ઉત્તરપશ્ચિમમાં આવેલું ગુઆનજુઆટો દેશના સૌથી હિંસક રાજ્યોમાંનું એક છે. રાજ્યમાં જુદી જુદી ગેંગ એકબીજા સાથે લડી રહી છે. વર્ષના પ્રથમ પાંચ મહિનામાં રાજ્યમાં 1,435 હત્યાના બનાવો બન્યા છે, જે અન્ય કોઈપણ રાજ્ય કરતા બમણા છે.

 

LEAVE A REPLY