ભારતમાંથી ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં છેલ્લા છ મહિનામાં મોટો અને ઝડપથી વધારો નોંધાયો છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુરોપના દેશોમાં ભારતીય વિદ્યાર્થીઓ વધુ અભ્‍યાસ કરવાનું પસંદ કરી રહ્યા છે. આવા વિદ્યાર્થીઓની સંખ્યા વર્તમાન વર્ષમાં અંદાજે 2.5 લાખ પર પહોંચી છે. તાજેતરમાં વિદેશ મંત્રાલય દ્વારા પાર્લામેન્ટમાં માં રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે આ વર્ષે સૌથી વધુ 64 હજાર વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્‍યાસ કરવા માટે પહોંચ્યા છે. જ્યારે કેનેડામાં અંદાજે 60 હજારી વિદ્યાર્થીઓની પસંદગીનો દેશ બન્યો છે. ત્યારપછી 38 હજારથી વધુ વિદ્યાર્થીઓએ યુકેની પસંદગી કરી છે. ઓસ્‍ટ્રેલિયામાં ૨૮ હજાર વિદ્યાર્થીઓ ગયા છે. અમેરિકા, કેનેડા, યુકે, અને ઓસ્‍ટ્રેલિયાને પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે 80 ટકા છે. આ વિદ્યાર્થીઓ મેનેજમેન્‍ટ, આઇટી સિવાય એન્‍જિનિયરિંગનો અભ્યાસ પસંદ કરી રહ્યા છે. આઠ હજારથી વધુ વિદ્યાર્થીઓ જર્મની ગયા છે, જયારે ફ્રાન્‍સમાં લગભગ બે હજાર વિદ્યાર્થીઓ અને સિંગાપોરમાં પણ અંદાજે છ હજાર ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
વર્ષ 2000માં 66713 ભારતીય વિદ્યાર્થીઓ અભ્‍યાસ માટે વિદેશ ગયા હતા. પરંતુ દસ વર્ષ પછી તે સંખ્‍યા વધીને 2.10 લાખથી વધી ગઇ છે. 2020માં આ સંખ્યા 2.59 લાખ નોંધાઇ હતી અને ગત વર્ષે તેમાં ગણો વધારો થતાં 4.44 લાખથી વધુ થઈ ગઈ હતી. આ ઉપરાંત ભારતીય વિદ્યાર્થીઓની મેડિકલના અભ્યાસ માટે રશિયા અને યુક્રેન ગયા હતા. આ અભ્યાસ માટે 3700થી વધુ વિદ્યાર્થીઓએ રશિયા ગયા હતા. જ્યારે યુક્રેન જનારા વિદ્યાર્થીઓની સંખ્‍યા 1491 હતી. કઝાકિસ્‍તાનમાં અઢી હજારથી વધુ અને કિર્ગિસ્‍તાનમાં 2300થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ગયા હતા.