પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કેલિફોર્નિયામાં ગેરકાયદે વસવાટ કરવાના આરોપસર અમેરિકાએ 73 વર્ષની એક શીખ વૃદ્ધા બીબી હરજિત કૌરની 8 સપ્ટેમ્બરે અટકાયત કરી હતી. ગત સપ્તાહે તેને હાથકડી પહેરાવીને ભારત ડીપોર્ટ કરી હતી. તેની સાથે અટકાયતથી લઈને ડીપોર્ટેશન સુધી દાખવવામાં આવેલો અમાનવીય વ્યવહાર આઘાતજનક હતો.

હરજિતને તેમના પરિવારજનો કે એટર્નીને મળવા દેવાયા નહોતા. તેને તેની દવાઓ કે યોગ્ય ભોજન પણ અપાયા નહોતા. તેના એટર્ની દીપક અહલુવાલિયાએ આ ઘટના અંગેનો વીડિયો ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીને કહ્યું હતું કે, હરજિત કૌરનો પરિવાર અમેરિકન તંત્રને સહકાર આપી રહ્યો હતો.

અમેરિકામાં રોકાવાની તમામ અરજીઓ પૂરી થઈ જતાં પરિવાર તેમને પંજાબ પરત મોકલવા માગતો હતો. આમ છતાં, અમેરિકામાં ગેરકાયદે વસવાટના આરોપ લગાવાયા હતા. તે છેલ્લા 13 વર્ષથી પોતાના ટ્રાવેલ ડોક્યુમેન્ટ પરત મેળવવા ICE સાથે સંપર્કમાં હતા, પરંતુ ICE દ્વારા તેને ડોક્યુમેન્ટ્સ પરત અપાયા નહોતા. કૌરને કેલિફોર્નિયાના ડીટેન્શન સેન્ટરેથી અન્ય સ્થળે મોકલાઈ ત્યારે પણ પરિવારને જાણ કરાઈ નહોતી. તેને હાથકડી પહેરાવી જ્યોર્જિયા મોકલાઈ હતી અને 19 સપ્ટેમ્બરે ભારત મોકલાઈ હતી. પરિવારને ગુડબાય કહેવાની છેલ્લી તક પણ નકારી કઢાઈ હતી.

LEAVE A REPLY