A person who was declared dead of corona two years ago in a Vadodara hospital returned home

આ વર્ષે પણ આઈપીએલ ઉપર કોરોનાના વાદળો ઘેરાયા છે અને દિલ્હી કેપિટલ્સની ટીમમાં એક વિદેશી ખેલાડી, ઓસ્ટ્રેલિયાના મિચેલ માર્શ તેમજ ટીમના સપોર્ટ સ્ટાફના ચાર સભ્યો કોરોના પોઝિટિવ જણાતા બુધવારની દિલ્હીની પંજાબ સામેની મેચ પૂણેના બદલે હવે મુંબઈમાં જ રમાડવાનો નિર્ણય લેવાયો છે.

માર્શને હોસ્પિટલમાં દાખલ કરાયો છે, તો બાકીના ચારને આઈસોલેશનમાં મુકાયા છે. ટીમના બાકીના ખેલાડીઓના ચાર દિવસથી (16 એપ્રિલથી) રોજ આરટી-પીસીઆર ટેસ્ટ કરાય છે અને મંગળવાર સુધી તમામના રીપોર્ટ નેગેટિવ આવ્યા છે, બુધવારે પણ તમામના ટેસ્ટ કરાશે, એમ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની એક યાદીમાં જણાવાયું છે.