Cricketer Cheteshwar Pujara
ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારા (ફાઇલ તસવીર (Photo by Michael Dodge/Getty Images)

ભારતીય, ગુજરાતી ખેલાડી ચેતેશ્વર પુજારાએ 2022ની ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટની સીઝનમાં સસેક્સ તરફથી રમતા પહેલી જ મેચમાં અણનમ ડબલ સેન્ચુરી કરી ટીમને પરાજયના જોખમમાંથી ઉગારી મેચ ડ્રો કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો.

ડર્બીશાયર સામેની મેચમાં સસેક્સની પહેલી ઈનિંગનો દેખાવ તદ્દન કંગાળ રહ્યો હતો. ડર્બિશાયરે 8 વિકેટે 505 રનનો જંગી સ્કોર કરી ઈનિંગ ડીક્લેર કરી હતી. જવાબમાં પહેલી ઈનિંગમાં તો સસેક્સ ફક્ત 174 રનમાં ઓલઆઉટ થયું હતું અને પુજારાનો સ્કોર પણ ફક્ત 6 રનનો હતો. એ પછી બીજી ઈનિંગમાં પુજારાએ 387 બોલની લાંબી ઈનિંગ રમી અણનમ 201 રન કર્યા હતા. તેની સાથે સસેક્સના સુકાની ટોમ હૈનેસે પણ 491 બોલ રમી 243 રન કર્યા હતા.

પુજારા માટે બે વર્ષ કરતાં વધુ સમય પછી આ તેની પહેલી સેન્ચુરીની ઈનિંગ રહી હતી.

હૈનેસ અને પુજારાએ ૭૧૩ બોલમાં ૩૫૧ રનની ભાગીદારી કરી હતી. સસેક્સે બીજી ઈનિંગમાં ત્રણ વિકેટે ૫૧૩ રન કર્યા હતા અને મેચ ડ્રો થઈ હતી.

આ મેચમાં ત્રણ બેટસમેનેએ બેવડી સદી કર્યાની અનોખી ઘટના બની હતી. પુજારા અને હૈનેસે સસેક્સ તરફથી તથા ઓપનર શાન મસૂદે ડર્બિશાયર તરફથી ૩૪૦ બોલમાં ૨૩૯ રન કર્યા હતા.