કોરોના વાયરસના કારણે ભારત સમેત તમામ દેશો યુદ્ધ સ્તરે કામગિરી કરી રહી છે. પણ બોલિવૂડની એક અભિનેત્રીએ ઇરાનની સરકાર પર કોરોના વાયરસના આ કપરા સમયે બેજવાબદારી પૂર્વક વર્તન કરવાનો આરોપ મૂક્યો છે. આ એક્ટ્રેસનું નામ છે મંદાના કરીમી. જે ઇરાનમાં ફસાયેલા પોતાના પરિવારના સ્વાસ્થયને લઇને ચિંતત છે. તેણે મીડિયાને જાણકારી આપી છે કે કેવી રીતે અહીં સ્થિતિ બગડેલી છે.

મૂળ ઇરાનની અભિનેત્રી મંદાના કરીમીએ જણાવ્યું કે તેનો પરિવાર ઇરાનમાં ખૂબ જ મુશ્કેલીમાં સમય પસાર કરી રહ્યો છે. હિંદુસ્તાન ટાઇમ્સની રિપોર્ટ મુજબ મંદાના કહ્યું કે – હાલ ઇરાનમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. હેન્ડ સેનેટાઇઝર અને દવાઓને લઇને સ્થિતિ ખૂબ જ મુશ્કેલ છે. અમે બસ ઇન્ટરનેટના માધ્યમથી એકબીજાના સંપર્કમાં છીએ. ત્યાં સ્થિત ખૂબ જ ખરાબ છે. ભારતમાં છેલ્લા બે સપ્તાહથી આવી સ્થિતિ છે પણ ત્યાં ગત 60 દિવસથી આવી સ્થિતિ બની રહેલી છે.

મારી માં અહીં હોળી પર આવવાની હતી પણ તે આવી ન શકી.મંદાનાએ કહ્યું કે ત્યાંની સરકાર પણ લોકોની મદદ નથી કરી રહી. સરકારની બેજવાબદારીના કારણે અહીં કોરોનાનો ટેસ્ટ પણ નથી કરાવી શકાતો. ખાલી સંક્રમિત લોકોને આઇસીયુમાં લઇ જાય છે. અને અહીં પણ તેના ઇલાજનું કોઇ ઠેકાણું નથી. વધુમાં મંદાનાએ જણાવ્યું કે ઇરાનમાં કમ્યુનિટીએ ખુલી દુકાનો આગળ હેન્ડ વૉશ સ્ટેશન બનાવ્યા છે.