(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

કોરોના મહામારીને કારણે બોલીવૂડમાં ફિલ્મોના શૂટિંગ અટકી ગયા છે તેમજ ફિલ્મોની રિલીઝ તારીખમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ સ્થિતિમાં જેકલિનને હોલીવૂડ વેબ સીરીઝમાં કામ મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જેકલિન આ ફિલ્મમાં મહિલા પોલીસ ઓફિસરના રોલમાં દેખાશે. ઉલ્લેખનીય છે કે, આ એક વિમેન સીરીઝ હશે છે, જે છ વાર્તા પર આધારિત હશે. આ સીરીઝની મુખ્ય ભૂમિકામાં ફક્ત અભિનેત્રીઓ જ જોવા મળશે. આ માટે જેકલિને સીએસટી પોલીસ સ્ટેશનમાં પણ આ સીરીઝના થોડા દ્રશ્યોનું શૂટિંગ કર્યું હોવાનું કહેવાય છે. જેકલિન સોશિયલ મીડિયા પર સક્રિય છે. તે નિયમિત રીતે ચાહકો માટે પોતાના વિશેની માહિતી અને તસવીરો પોસ્ટ કરતી રહે છે. કોરોના મહામારી દરમિયાન પણ તેણે ઘણા લોકોને મદદ કરી હતી.