અમેરિકા અને તાલીબાન વચ્ચે ભલે તાજેતરમાં મહત્વની સમજૂતી થઇ હોય પણ અફઘાનિસ્તાનમાં આતંકી હુમલા ખતમ નથી થયા. રાજધાની કાબૂલમાં શુક્રવારે એક કાર્યક્રમમાં ગોળીબારીમાં કમસે કમ 32 લોકો માર્યા ગયા હતા અને અનેક ઘાયલ થયા હતા. જો કે આ હુમલાની જવાબદારી આઈએસ સાથે જોડાયેલા એક સંગઠને લીધી હતી.

આ હુમલામાં બે હુમલાખોરો ઠાર થયા હતા. આ અંગેની વિગત એવી છે કે અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટથી સંબંધિત એક સંગઠને દેશની લઘુમતી શિયાઓ સામે યુધ્ધની ઘોષણા કરી છે. આ કાર્યક્રમમાં આવેલ મોટા ભાગના લોકો શિયા હતા.

કારણ કે આ કાર્યક્રમ અફઘાનિસ્તાનના નેતા અબ્દુલ અલી માજરીની યાદમાં યોજાયો હતો જેની 1995માં હત્યા કરાઈ હતી. કાબૂલના દાદત એ બારસીમાં થયેલા આ હુમલામાં 32 લોકો માર્યા ગયા હતા. અને 52 લોકો ગાયલ થયા હતા. હુમલાખોર બન્ને બંદૂકધારીને સુરક્ષા દળોએ પાંચ કલાકની અથડામણ બાદ ઠાર કર્યાં હતાં.