મહારાષ્ટ્રમાં પોલીસની સીઆઈડી શાખાની વેબસાઈટ હેક કરીને તેમાં મોદી સરકારને ચેતવણી- તેવા સંદેશા પોષ્ટ કરવામાં આવ્યા હતા. ગઈકાલે આ વેબસાઈટ હેક થઈ હતી. જેમાં ભારતીય પોલીસ અને મોદી સરકાર દેશમાં મુસ્લીમોની ભાવનાને ઠેસ પહોંચાડે છે તે સંદર્ભની ચેતવણી આપવામાં આવી હતી. જો કે સીઆઈડી ક્રાઈમના વડા અતુલ કુલકર્ણીએ દાવો કર્યો કે આ હેકીંગ ન હતું પણ અમારી હેકીંગ સામેની મોક ડ્રીલ હતી અમો વેબસાઈટની સુરક્ષાની ચેતવણી કરવા માંગતા હતા. અમારા ડેટા અને વેબસાઈટ સુરક્ષિત છે અને તેમાં કોઈ બાંધછોડ થતી નથી. આ વેબસાઈટમાં ગવર્મેન્ટ ઓફ ઈમામ મહદી લખાયુ હતું જેમાં હાથમાં ઝંડો લઈને એક વ્યક્તિ ઘોડેશ્વાર તરીકે દર્શાવાયો છે જેમાં ભારતીય પોલીસ અને મોદી સરકાર મુસ્લીમને પરેશાન કરવાનું બંધ કરો. જલ્દી મહદી આવી રહ્યા છે.