ભારતના પ્રથમ સૌથી મોટા સ્વદેશી નિર્મિત 700 મેગાવોટ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટ યુનિટ-3 એ, 30 ઓગસ્ટથી 700 મેગાવોટની સંપૂર્ણ ક્ષમતા પર કાર્યરત થયેલ છે. યુનિટ-3 એ 30મી જૂન, 2023 થી 10:00 કલાકે કોમર્શિયલ ઓપરેશન શરૂ કર્યું હતું અને નેશનલ ગ્રીડ દ્વારા ગુજરાત અને નજીકના રાજ્યોને વીજળી પૂરી પાડે છે. આ ભારતના સ્થાનિક નાગરિક પરમાણુ કાર્યક્રમની ઐતિહાસિક છે ક્ષણ અને તે વૈજ્ઞાનિક અને ઉચ્ચતમ તકનીકની ક્ષમતા પણ દર્શાવે છે.

કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન એ ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના માંડવી તાલુકામાં સ્થિત એક પરમાણુ પાવર પ્લાન્ટ છે અને ભારત સરકારના ઉપક્રમ ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL) દ્વારા સંચાલિત છે, જે પરમાણુ ઊર્જા દ્વારા વીજ ઉત્પાદન કરે છે. કાકરાપાર ગુજરાત સાઇટમાં ચાર દબાણયુક્ત ભારે પાણીના રિએક્ટરનો સમાવેશ થાય છે, એટલે કે બે 220 મેગાવોટના કુલ 440 મેગાવોટ અને બે 700 મેગાવોટના એવા 1,400 મેગાવોટ પાવરના યુનિટ આવેલા છે.

કેએપીપી-3 અને 4નો 700 મેગાવોટનો પરમાણુ પ્લાન્ટ ભારતનો સૌથી મોટો સ્વદેશી રીતે વિકસિત PHWR અનેક આધુનિક સલામતી સુવિધાઓ ધરાવતો પ્લાન્ટ છે. અદ્યતન ટેકનોલોજીથી ડિઝાઇનથી સુસજ્જિત કાર્યક્ષમ સ્ટેશનનું સુનિશ્ચિત અને અવિરત વીજળી ઉત્પાદન માટે ખુબજ ચોકસાઇ થી અને સાવચેતીપૂર્વક નિર્માણ કરવામાં આવ્યું છે.

કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન યુનિટ-3 દ્વારા પૂર્ણ ક્ષમતાના ઉત્પાદનની સિદ્ધિ એ કાકરાપાર ગુજરાત સાઇટ માટે નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે અને રાષ્ટ્ર માટે સલામત, વિશ્વસનીય અને ટકાઉ વીજશક્તિ પ્રદાન કરવાની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે. ભારતના ઊર્જા ક્ષેત્રમાં મુખ્ય ખેલાડી તરીકે, વીજળીની વધતી જતી માંગને પહોંચી વળવામાં કેએપીએસ નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને દેશના કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો કરે છે. 700 મેગાવોટ ઉત્પાદનની આ સિદ્ધિ સમર્પણ અને સખત મહેનતનું પરિણામ છે. KAPS ખાતેના કુશળ કર્મચારીઓ, જેમણે પ્લાન્ટનું સંચાલન અને જાળવણી, સલામતી અને કામગીરીના ચોક્કસ ધોરણોને પુર્ણ રૂપે અનુસરી, ટીમના અથાક પ્રયાસો સાથે ખંતપૂર્વક કરી છે, જે સ્ટેશનની અવિરત કામગીરી સુનિશ્ચિત કરવામાં નિમિત્ત છે.

LEAVE A REPLY

seventeen + 3 =