Getty Images)

ફોર્બ્સે ટોપ 100 સેલેબ્રિટીનું લિસ્ટ બહાર પાડ્યું છે જેમાં મોટી ઉથલપાથલ થતી જોવા મળી રહી છે. પરંતુ અભિનેત્રી કંગના રનૌતે તેની આવકનાં ખોટા આંકડા રજૂ કરવા માટે ફોર્બ્સ ઈન્ડિયાને લીગલ નોટિસ મોકલી કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ વાતનો પુરાવો ત્યાંથી મળ્યો કે તેની બહેન રંગોલી ચંદેલે નોટિસનો એક ફોટો શેર કર્યો છે, આ વખતે ફોર્બ્સ ઈન્ડિયાએ જે ટોપ-100 સેલિબ્રિટીના નામ જાહેર કર્યા એમાં કંગના રનૌતનું 70મું સ્થાન છે. તેની આવક 17.5 કરોડ રૂપિયા દર્શાવવામાં આવી છે. હવે આ રીતે કંગનાને 70મું સ્થાન મળ્યું તો બહેન રંગોલી તો નારાજ થઈ ગઈ. તેણે ફોર્બ્સ ઉપર ખોટા આંકડા બતાવવાનો આરોપ લગાવી દીધો અને લીગલ નોટિસ મોકલી દીધી. તેનું કહેવું છે કે, ફોર્બ્સ દ્વારા રજૂ કરાયેલાં આંકડાઓ ખોટા છે. સમગ્ર વાતને લઈ કંગનાએ ફોર્બ્સને લીગલ નોટિસ મોકલી છે. રંગોલીએ નોટિસનો ફોટો ટ્વિટ કરીને લખ્યુ કે, ફોર્બ્સ ઈન્ડિયા અમારી લીગલ ટીમે તમને નોટિસ મોકલી છે. જેનો અમને અત્યાર સુધી કોઈ જવાબ મળ્યો નથી. કૃપા કરીને તમારા સોર્સની જાણકારી આપો અને સ્પષ્ટતા કરો કે, તમને કંગનાની આવક અને નાણાકીય ડિટેલ ક્યા મુદ્દા પર દશાર્વી. અમને જલ્દીથી જવાબ આપો. બાકી પરિણામ ભોગવવા માટે તૈયાર રહો. કંગનાની આ ટ્વીટ હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે.