Now Kareena Kapoor also became a producer
બોલિવૂડ એક્ટર કરીના કપૂર (Photo by ROBERTO SCHMIDT/AFP via Getty Images)

કરીના કપૂર ખાન અત્યારે પ્રેગનન્ટ છે અને તે બીજા સંતાનની માતા બનશે. તે ઇચ્છે છે કે તેને બીજુ સંતાન પુત્રી જન્મે. તેણે તાજેતરમાં જણાવ્યું હતું કે, ‘મને આશા છે કે, મારે ત્યાં પુત્રીનો જન્મ થાય.’ કરીનાએ દીકરીની ઇચ્છા અંગે જણાવ્યું હતું કે, મેં એક પુત્ર કરતાં પણ વધુ મારા માતા-પિતાનું કર્યું છે, જે લોકો પુત્ર અને પુત્રીમાં ભેદભાવ રાખતા હોય તેમણે આ વાત સમજવી જોઇએ. મહિલાએ જીવ છે જેને બીજા જીવને જન્મ આપવાનો અધિકાર છે.કરીનાની અત્યારે તબિયત સારી છે અને તે હજુ પણ કામ કરી રહી છે, તેમજ તે સુંદર પણ દેખાય છે. તે કામકાજ દરમિયાન પણ પોતાની કાળજી રાખી રહી છે.