ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને કાયમી બનાવવા અને જાગૃતિ વધારવા માટે સમર્પિત સંસ્થા KBC આર્ટસે 29 ઑક્ટોબર 2023એ ઈસ્ટ હામ મહાલક્ષ્મી મંદિર ખાતે ભારતના 15-16મી સદીના ભારતીય સંત કવિઓ કબીર, તુલસીદાસ અને સુરદાસને જદ્ધાંજલિ આપતા એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. KBC આર્ટ્સના સ્થાપક પેટ્રોન્સ ગીથા અને પ્રભાકર કાઝાએ આ કાર્યક્રમની કલ્પના, સંકલન અને આયોજન કર્યું હતું.

આ શ્રેણી KBC આર્ટસનો આ 13મો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમનો હેતુ ખાસ કરીને યુવા પેઢીઓને આ સાંસ્કૃતિક રત્નો અંગે માહિતી આપવાનો હતો. જયશ્રી વરદરાજને કવિઓના જીવનના વર્ણનો સાથે કાર્યક્રમનું એન્કરિગ કર્યું હતું તથા શ્રોતાઓને તેમની રચનાઓ અને તેમની ફિલસૂફીની માહિતી આપી હતી.

જાણીતા કલાકાર અને એમબીઇ પુષ્કલા ગોપાલે શ્રોતાઓને સંબોધિત કર્યા હતાં અને કવિઓના રહસ્યવાદ અને ભક્તિ ચળવળ પર તેના ઊંડો પ્રભાવની માહિતી આપી હતી. તેમણે પ્રેક્ષકો, કલાકારોની ઊંડી પ્રશંસા કરી હતી તથા ચોક્કસ કવિને સમર્પિત કાર્યક્રમોની શ્રેણી યોજવાના નવતર વિચાર માટે આયોજકોને અભિનંદન આપ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમો કવિઓના વારસાને જીવંત રાખશે.

રંજની ધર્મરાજને ગાયે ગણપતિ જગવંદન ભજન પર પર્ફોર્મન્સ આપ્યું હતું. બે જાણીતા કલાકારો સાંકરી મૃધા (શ્રી રામચંદ્ર કૃપાલુ) અને લાવણ્યા રાવ (ગોપી ગોપાલા લાલા) નૃત્ય રજૂ કર્યા હતાં. જેનાથી શ્રોતાઓને આનંદવિભોર થયાં હતાં.
પ્રખ્યાત ગાયક શ્રુતિ શ્રીરામ અને તેમના વિદ્યાર્થીઓએ ત્રણ રચનાઓ દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમાં અખિયાં હરિ દર્શન કી પ્યાસી, પાની મેં મીન પ્યાસી અને ભજમન રામ ચરન સુખદાઈનો સમાવેશ થાય છે.

પ્રતિભાશાળી ગાયિકા પદ્મિની પાસુમર્થી દ્વારા પ્રશિક્ષિત વિદ્યાર્થીઓના અન્ય સમૂહે ઝીણી ઝીણી બીની ચદરિયા ગાયું હતું. સાત વર્ષની ધૃતિ શ્રીનાથે રજૂ કરેલા દર્શન દો ઘનશ્યામથી પ્રેક્ષકો મંત્રમુગ્ધ થયા હતા.
હનુમાન ચાલિસા અને મંદિરના પૂજારીઓ દ્વારા આરતી સાથે આ કાર્યક્રમનું સમાપન થયું હતું.

 

 

LEAVE A REPLY

five × three =