Dhanteras eclipsed the inflation by buying gold

લેસ્ટરના સ્પિની હિલ્સ વિસ્તારમાં આવેલા સેન્ટ સેવિયર્સ રોડ પર આવેલા કોહિનૂર જ્વેલર્સ નામની સોનાચાંદીના દાગીનાની દુકાન પર શનિવાર, 26 માર્ચના રોજ હુમલો કરી બારીના કાચ તોડી જ્વેલરીના જથ્થાની લંટ ચાલાવાતા દુકાન માલીક દંપત્તી સંજીવ અને મીના બગ્ગા ફફડી રહ્યા છે. પોલીસે  વેગટેલ ક્લોઝ, રૅટબીના થોમસ બાર્ની-જોન્સ, (ઉ.વ. 31) અને બીજા માણસની ગુના સંબંધે ધરપકડ કરી તેમના પર ઘરફોડ ચોરીનો આરોપ મૂક્યો હતો.

લંટના આ બનાવની કબૂલાત કરનાર બાર્ની-જોન્સને કસ્ટડીમાં રિમાન્ડ આપવામાં આવ્યા હતા અને ગુરુવારે 28 એપ્રિલે લેસ્ટર ક્રાઉન કોર્ટમાં સજા સંભળાવવામાં આવશે. તે બન્નેને 28 માર્ચના રોજ મે મહિનામાં લેસ્ટર ક્રાઉન કોર્ટમાં હાજર કરાયા હતા. ગુનાની કબૂલાત નહિં કરનારા આરોપીને કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો અને તેને આગામી સોમવાર, 9 મેના રોજ લેસ્ટર ક્રાઉન કોર્ટમાં સુનાવણી માટે હાજર કરાશે.

‘સ્મેશ એન્ડ ગ્રેબ’ રેઇડનો ભોગ બનેલા સંજીવ અને મીના બગ્ગાએ જણાવ્યું હતું કે “અમે ઝવેરાતના બિઝનેસ સાથે આવતા જોખમોને જાણીએ છીએ, પરંતુ મને ડર છે કે શા માટે અમે અવારનવાર લક્ષ્યાંક બનીએ છીએ. ત્રણ વર્ષ પહેલાં પણ અમારા ઘરમાં ચોરી કરાઇ હતી. હવે અમને સતત લુંટફાટનો ભોગ બનવાના ડર સાથે જીવી રહ્યા છીએ. આ લુંટફાટના કારણે તેમની નાણાકીય સ્થિતીને થયેલી અસર એક મોટી ચિંતા છે અને હવે અમારા માનસિક સ્વાસ્થ્ય પર પણ તેની “વિશાળ” અસર પડી છે.’’

ત્રણ વર્ષ પહેલાં, 2019માં મીના, સંજીવ અને તેમના ત્રણ બાળકો તેમના સ્ટોનીગેટના લંડન રોડ ખાતે આવેલા ઘરે જમવાની તૈયારી કરતા હતા ત્યારે અચાનક મીનાએ જોરદાર ધડાકો સાંભળ્યો હતો. બાય-ફોલ્ડિંગ દરવાજામાંથી છ જેટલા ચોરો ઘરમાં ઘુસી ગયા હતા અને સંજીવભાઇને મારઝૂડ કરી દાગીના અને ઘડિયાળોની લુંટ ચલાવી હતી. તે ઘટનાના કારણે તેમની 16 અને 15 વર્ષની બે પુત્રીઓને ઘેરો આઘાત લાગતા તેમને કાઉન્સેલિંગની જરૂર પડી હતી. તે બનાવ સંબંધે કોઇ ધરપકડ થઇ ન હતી.