તસવીર સૌજન્ય : લેસ્ટરશાયર પોલીસ

લેસ્ટરશાયરના ગ્લેનફિલ્ડની સોબિયા રમઝાન નામની મહિલા ગત 16 માર્ચે ગુમ થયા બાદ તેનો આજ સુધી પત્તો લાગ્યો નથી. બે અઠવાડિયા કરતાં વધુ સમય સુધી શોધખોળ કર્યા બાદ પોલીસે સોબિયા રમઝાનની તપાસ માટે મદદ કરવા અને માહિતી આપવા લોકોને વિનંતી કરી છે.

લેસ્ટરશાયર પોલીસે તા. 1ના રોજ સાંજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે: “સોબિયા હજુ પણ ગુમ છે અને પોલીસે તેના ઠેકાણા વિષે માહિતી ધરાવતા અથવા જાણતા લોકોને 101 પર કૉલ કરી 16 માર્ચ – 448 નંબરનો ઇન્સીડન્ટ જણાવી માહિતી આપવા માટે વિનંતી કરી છે.

” એશિયન મૂળની સોબિયા 5 ફૂટ 4 ઇંચ ઉંચાઇ ધરાવે છે. તે પાતળા બાંધાની છે અને લાંબા, સીધા, ઘેરા બદામી રંગના વાળ ધરાવે છે. છેલ્લે જોવામાં આવી ત્યારે તેણે બ્લેક લેગિંગ્સ, બ્લેક ટોપ અને બ્લેક ટ્રેઇનર્સ પહેર્યા હતા. તેણે ગુલાબી લિપસ્ટિક લગાવી હતી.