ટાટા જૂથ એર ઇન્ડિયાને હસ્તગત કર્યા વધુ એક સરકારી કંપની ખરીદશે. સરકારે જાહેર ક્ષેત્રની સ્ટીલ કંપની નિલાંચલ ઇસ્પાત નિગમ લિમિટેડ (NINL)ને રૂ. 12, 000 કરોડમાં ખરીદવા ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સે કરેલી ઓફરને મંજૂરી આપી છે. નિલાંચલ ઇસ્પાત નિગમ માટે ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટસ સૌથી મોટા બિડર તરીકે ઉભરી આવ્યુ છે.

આ સરકારી મેટલ યુનિટ ખરીદવાની રેસમાં ત્રણ કંપનીઓ – ટાટા જૂથ ઉપરાંત જિંદાલ સ્ટીલ-પાવર અને નલવા સ્ટીલ-પાવરનું કોન્સોર્ટિયમ, જેએસડબ્લ્યુ સ્ટીલ સામેલ હતી.  ટાટા જૂથની બીડને આર્થિક બાબતોના કેન્દ્રીય પ્રધાનમંડળ તરફથી પણ મંજૂરી ચૂકી છે. ટાટા ગ્રૂપની કંપની નીલાંચલ ઇસ્પાત નિગમમાં 93.7 ટકા હિસ્સો ખરીદશે. નીલાંચલ ઇસ્પાત નિગમ એ ચાર જાહેર સાહસો – એનએમટીસી, એનએમડીસી, ભેલ અને મેકોન તેમજ ઓરિસ્સા સરકારના સાહસો – ઓએમસી અને IPICOLનું સંયુક્ત સાહસ છે. નીલાંચલ ઇસ્પાત ઓરિસ્સાના કલિંગનગર ખાતે 11 લાખ ટનની ક્ષમતા ધરાવતું ઇન્ટિગ્રેડેટ સ્ટીલ પ્લાન્ટ ધરાવે છે. કંપની ખોટ કરી રહી છે અને પ્લાન્ટ 30મી માર્ચ 2020થી બંધ છે. નીલાંચલ ઇસ્પાત ઉપર 31 માર્ચ, 2021 સુધીમાં રૂ. 6600 કરોડથી વધુનું દેવુ હતુ અને રૂ. 3487 કરોડની નેગેટિવ નેટવર્થ અને કુલ ખોટ રૂ. 4228 હતી.