વિશ્વભરમાં કોરોનાના 21.83 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 1.46 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે અને 5.48 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.અમેરિકામાં બે કરોડથી વધારે લોકોએ બેરોજગારી ભથ્થા માટે અરજી કરી છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 4591 લોકોના મોત થયા છે. બીજી તરફ સંક્રમણના ભયના કારણે મ્યાનમાર સરકારે 25 હજાર કેદીઓને છોડવાનો નિર્ણય કર્યો છે.

ચીનના વુહાનમાં સંક્રમિતો અને મૃતકોના નવા આંકડા જાહેર કરાયા છે. વુહાનમાં પોઝિટિવ કેસની સંખ્યા 325 વધીને 50 હજાર 333 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 1290 વધીને 3869 થયો છે. વુહાન નગરપાલિકા દ્વારા આ આંકડા જાહેર કરાયા છે.

અમેરિકાના પ્રેસિડેન્ટે ગુરુવારે અમુક રાજ્યમાંથી પ્રતિબંધો હટાવવાનની જાહેરાત કરી છે. તેમણે રાજ્યોના ગવર્નર સાથે વાત કરીને આ જાહેરાત કરી છે. તે માટે નવી ગાઈડલાઈન પણ બનાવવામાં આવી છે. તેમના મતે ઓછા સંક્રમણવાળા વિસ્તારમાં શનિવારે ધીમે ધીમે પ્રતિબંધોમાં છૂટછાટ અપાશે. જ્યા વધારે કેસ છે ત્યાં પહેલાની જેમ પ્રતિબંધો ચાલુ રહેશે. જો કે ટ્રમ્પે કહ્યું કે આ અંગે નિર્ણય રાજ્યોના ગવર્નર લેશે.