પ્રતિકાત્મક તસવીર (આઇસ્ટોક ફોટો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2022ની રોયલ ચેલેન્જર બેંગ્લોર (RCB) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) વચ્ચેની લાઈવ મેચમાં બંને ટીમોના ટેન્શન વચ્ચે અદ્દભુત નજારો જોવા મળ્યો હતો. CSK ટીમ બેટિંગ કરી રહી હતી, ત્યારે દર્શકોમાં હાજર એક યુવતીએ તેના બોયફ્રેન્ડને જાહેરમાં પ્રપોઝ કર્યું હતું. યુવકે તરત જ પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો. આ બંનેની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. મોઈન અલી અને કોનવે ક્રિઝ પર હાજર હતા, ત્યારે ગર્લફ્રેન્ડ તેના બોયફ્રેન્ડને સ્ટેન્ડમાં પ્રપોઝ કરી રહી હતી.

મેચ દરમિયાન એક યુવતીએ ઘૂંટણિયે બેસીને પ્રેક્ષકોમાં RCB ફેન યુવકને પ્રપોઝ કર્યું હતું. યુવકે હા પાડી તો યુવતીએ પણ તેને વીંટી પહેરાવી હતી. તે પછી બંનેએ એકબીજાને ગળે લગાડી લીધા હતા. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ, જેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. સ્ટેન્ડમાં બેસેલો યુવકે RCBની જર્સી પહેરી હતી અને યુવતી પણ રેડ જર્સીમાં હતી. ક્રિકેટની મજા વચ્ચે ચાહકો પણ બંનેના પ્રપોઝનો આનંદ લેતા જોવા મળ્યા હતા.