વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષના પ્રથમ દિવસે કેદારનાથમાં રૂદ્રાભિષેક પણ કર્યો અને આદિ શંકરાચાર્યની મૂર્તિનું અનાવરણ પણ કર્યું હતું. (ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષના પ્રથમ દિવસે કેદારનાથમાં રૂદ્રાભિષેક પણ કર્યો અને આદિ શંકરાચાર્યની મૂર્તિનું અનાવરણ પણ કર્યું હતું. આ પ્રતિમાનું નિર્માણકાર્ય વર્ષ 2019માં શરુ કરવામાં આવ્યું હતું. જે 13 ફૂટ ઊંચી અને 35 ટનની છે. આ પહેલા સવારે 6 વાગ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટરના માધ્યમથી ગુજરાતીઓને નવા વર્ષની હૃદયપૂર્વક શુભેચ્છા પણ પાઠવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથ પહોંચીને પહેલા શિવજીના દર્શન અને પૂજા-અર્ચના કર્યા હતા. વડાપ્રધાનના આગમન પહેલા મંદિરની સામે મંચ ઉભો કરવામાં આવ્યો હતો. પૂજા-અર્ચના પછી વડાપ્રધાન મોદીએ મૂર્તિ અને સમાધીનું લોકાર્પણ કર્યું છે. કેદારનાથ મંદિરના દર્શન અને આરતી કર્યા પછી વડાપ્રધાન મોદીએ મંદિરના પરિસરનું નિરીક્ષણ કર્યું હતું. જે પછી શંકરાચાર્યની વર્ષ 2019માં બનવાની શરુ થયેલી 13 ફૂટ ઊંચી અને 35 ટનની મૂર્તિનું અનાવરણ કર્યું હતું.