Indian businessman Mukesh Ambani, buy Liverpool club
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી (ફાઇલ ફોટો) REUTERS/Amit Dave/File Photo

ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ કેડિલેક એસ્કેલેડ કારની ખરીદી કરી છે. આ કારનો ઉપયોગ અમેરિકન પ્રેસિડન્ટ માટે પણ કરવામાં આવે છે. અંબાણીની નવી કારની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હતી. અંબાણીની કાર સિલ્વર કલરની છે અને દુનિયાભરના ધનિકો વ્યક્તિઓની આ પસંદગીની કાર મનાય છે.

કાર હાલતો ચાલતો સિનેમા હોલ પણ કહી શકાય તેમ છે, કારણ કે તેમાં ત્રણ સ્ક્રીન છે અને તેનો ડિસ્પલે 38 ઈંચના સ્માર્ટ ટીવી કરતા પણ વધારે સારો છે. 36 સ્પીકર ઓડિયો સિસ્ટમથી કારને સજ્જ કરવામાં આવી છે.

કારમાં બીજી પણ અત્યાધુનિક ટેકનોલોજી યુઝ કરવામાં આવી છે.આ કાર સેલ્ફ ડ્રાઈવિંગ ટેકનોલોજીથી પણ સજ્જ છે.જે સૌથી સુરક્ષિત ટેકનોલોજી મનાય છે. કારમાં સંખ્યાબંધ કેમેરા ફિટ કરાયા છે.જે કારની આસપાસના દ્રશ્યો રજૂ કરે છે.સેલ્ફ ડ્રાઈવિંગ માટે ઓટો લેન ચેન્જ, લેન ચેન્જ એલર્ટ અને કોલાઈઝન એલર્ટ જેવા ફિચર્સ છે.સામે કોઈ જાનવર કે માણસ આવી જાય તો કાર જાતે રોકાઈ જાય છે.

આ કાર ભારતમાં ઉપલબ્ધ નથી અને તેને આયાત કરીને મંગાવવાની રહે છે.જેનાથી કારની કિંમત વધી જાય છે.ભારતમાં તે 1.3 કરોડથી 1.7 કરોડની વચ્ચે ખરીદી શકાય છે તેવો અંદાજ છે.

અમેરિકન રાષ્ટ્રપતી પણ આ કારમાં જ મુસાફરી કરતા હોય છે.હોલીવૂડ સ્ટાર્સની પણ આ ફેવરિટ કાર છે.મુકેશ અંબાણી પાસે ટેસ્લાની પણ એક કાર છે.આ સિવાય તેમની પાસે બીજી જે કારો છે તે નીચે પ્રમાણ છે.