યુકેમાં અગાઉ ક્યારેય નહિં જોવા મળેલા સામોનેલાના એક દુર્લભ પ્રકારથી 29 ગ્રાહકો ગંભીર રીતે બીમાર પાડ્યા બાદ જૂન 2024માં કોવેન્ટ્રીના પામ બાય H2O નામની રેસ્ટોરન્ટને £40,000થી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ બનાવને પગલે રેસ્ટોરંટના ડિરેક્ટર મોહમ્મદ નીવીદ સુધારાઓ કરતી વખતે સ્વેચ્છાએ રેસ્ટોરન્ટ બંધ કરવા સંમત થયા હતા અને રેસ્ટોરંટનું ફૂડ હાઇજીન રેટિંગ પાંચથી ઘટાડીને એક કરવામાં આવ્યું હતું.
આ ઘટનામાં ગ્રાહકોને માંદગી, બેભાન થવું, તાવ અને મળમાં લોહી પડવા સહિતના જઠરના ગંભીર લક્ષણોને પગલે તપાસ શરૂ કરવામાં આવી હતી. ઘણા પીડિતોને હોસ્પિટલમાં સારવારની જરૂર પડી હતી.
સિટી કાઉન્સિલે જણાવ્યું હતું કે યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી સાથે કામ કરતી તેની એન્વાયર્નમેન્ટલ હેલ્થ ટીમે પુષ્ટિ આપી હતી કે એકત્રિત કરાયેલા 18 સ્ટૂલ સેમ્પલ્સમાંથી 17માં સામોનેલાનો સમાન પ્રકાર મળ્યો હતો.
ઇન્સ્પેક્ટર્સે રસોડામાં હાઇજીનની વ્યાપક નિષ્ફળતાઓ શોધી કાઢી હતી, જેમાં હાથ ધોવાની નબળી પદ્ધતિઓ, કાચા માંસનું અસુરક્ષિત હેન્ડલિંગ અને સંગ્રહ, અપૂરતી સ્ટાફ તાલીમ અને ખોરાકના દૂષણને રોકવા માટેના પગલાંનો અભાવ શામેલ છે.
આ બનાવને પગલે રેસ્ટોરંટના ડિરેક્ટર મોહમ્મદ નીવીદ સુધારાઓ કરતી વખતે સ્વેચ્છાએ રેસ્ટોરન્ટ બંધ કરવા સંમત થયા હતા અને રેસ્ટોરંટનું ફૂડ હાઇજીન રેટિંગ પાંચથી ઘટાડીને એક કરવામાં આવ્યું હતું.
નાવીદે બાદમાં ફૂડ હાઈજીનના ગુનાઓ સ્વીકાર્યા હતા અને બર્મિંગહામ મેજિસ્ટ્રેટ કોર્ટમાં તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે પામ બાય H2O એ ત્યારબાદ તેનું ટોચનું હાઈજીન રેટિંગ પાછું મેળવ્યું હતું.













