નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા મંગળવારે ચેન્નાઈના તિરુવોત્તિયુરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના નેતા અબ્દુલ રઝાકના નિવાસસ્થાને સર્ચ કાર્યવાહી કરી હતી. . (ANI Photo)

કેન્દ્રીય તપાસ એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ બુધવારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)ના કનેક્શનમાં ત્રણ રાજ્યોમાં 25 સ્થળો પર દરોડા પાડ્યા હતા અને કેટલીક વાંધાજનક સામગ્રી જપ્ત કરી હતી. પ્રતિબંધિત ઇસ્લામિક સંગઠન પીએફઆઇ યુવાનોને કટ્ટરપંથી બનાવીને તેમને આતંક અને હિંસાના કૃત્યોની તાલીમ આપતી હોવાનો તપાસ સંસ્થાનો આરોપ છે.

NIA અધિકારીએ જણાવ્યું હતું કે બિહારના કટિહાર જિલ્લામાં, કર્ણાટકના દક્ષિણ કન્નડ અને શિમોગા જિલ્લા તથા કેરળના કાસરગોડ, મલપ્પુરમ, કોઝિકોડ અને તિરુવનંતપુરમ જિલ્લાઓ શંકાસ્પદોના ઠેકાણે સર્ચ કાર્યવાહી કરાઈ હતી. દરોડા દરમિયાન મોબાઈલ ફોન, હાર્ડ ડિસ્ક, સિમ કાર્ડ, પેન-ડ્રાઈવ, ડેટા કાર્ડ, ગુનાહિત દસ્તાવેજો અને પ્રતિબંધિત સંગઠન સાથે સંબંધિત સામગ્રી સહિત અનેક ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા. રૂ. 17 લાખની રોકડ રકમ પણ જપ્ત કરાઈ હતા. NIAએ અત્યાર સુધી કેસની તપાસ દરમિયાન કુલ 85 સ્થળો પર દરોડા પાડ્યા છે.

અધિકારીએ જણાવ્યું હતું કે બાતમીને આધારે  બિહાર પોલીસે 11 જુલાઈએક અથર પરવેઝના ભાડે આપેલ મકાન પર દરોડો પાડ્યો હતો અને PFI સાથે સંબંધિત ગુનાહિત દસ્તાવેજો જપ્ત કર્યા હતા જેમાં ભારતની 2047 સુધી “ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવા સંબંધિત દસ્તાવેજોનો સમાવેશ થાય છે. મોહંમદ જલાલુદ્દીન ખાન, અરમાન મલિક ઉર્ફે ઈમ્તેયાઝ અનવેરા અને નૂરુદ્દીન ઝાંગી ઉર્ફે એડવોકેટ નૂરુદ્દીન ઉપરાંત પરવેઝને પણ ધરપકડ કરાઈ હતી. NIA અધિકારીએ જણાવ્યું કે NIAએ તમામ આરોપીઓ વિરુદ્ધ 7 જાન્યુઆરી, 2023ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી.

આ પછી PFIની ગેરકાનૂની અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અને અને વિદેશી ફંડ્સ પીએફઆઇના સભ્યો સુધી પહોંચાડવાના આરોપમાં બીજા દસની ધરપકડ થઈ હતી.

LEAVE A REPLY

one × 1 =