ભારત નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં ફરીથી એકવાર મોટી સિદ્ધિ મેળવી છે. તેણે આ રમતમાં વિશ્વમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેણે ગ્રેનાડાના એન્ડરસન પીટર્સને પાછળ છોડીને આ સ્થાન મેળવ્યું છે. જ્યારે પાકિસ્તાનનો અરશદ નદીમ ભાલા ફેંકના વર્લ્ડ રેન્કિંગમાં ચોથા ક્રમે છે. આ રેન્કિંગમાં નીરજ ચોપરાના 1445 પોઈન્ટ છે, જ્યારે પીટર્સને 1431 પોઈન્ટ મળ્યા છે. જર્મનીનો જુલિયન વેબર 1407 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. જ્યારે અરશદ નદીમ 1370 પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે. નીરજ ચોપરાએ આ વર્ષે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે, જેના કારણે તેણે આ સિદ્ધિ મેળવી હતી. નીરજ ચોપરાએ 17 સપ્ટેમ્બર 2024 ના રોજ પેરિસ ઓલિમ્પિક પછી નંબર-1 રેન્કિંગ ગુમાવ્યું હતું, પરંતુ તેણે સતત શાનદાર પ્રદર્શન કરીને તે ક્રમ પ્રાપ્ત કર્યો છે. બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા ચોપરાએ આ સીઝનની શરૂઆત સાઉથ આફ્રિકામાં ટુર્નામેન્ટ જીતીને કરી હતી.

LEAVE A REPLY