દેશની બેંકોને ચૂનો ચોપડવાના વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. નીરવ, મોદી, સ્ટર્લિંગ બાયોટેક જેવી જ મોડસ ઓપરન્ડીથી ફ્રોસ્ટ ઇન્ટરનેશનલ નામની કંપનીએ 14 સરકારી બેંકો સાથે 3500 કરોડનું કૌભાંડ આચર્યું છે. સીબીઆઈમાં 14 બેંકો સાથે 3592 કરોડનું કૌભાંડ આચરવા બદલ ફ્રોસ્ટ ઇન્ટરનેશનલ તથા તેના ડાયરેક્ટરો ઉદય દેસાઈ, સુજય દેસાઈ અન્ય 11 સામે કેસ દાખલ કર્યો છે. કાનપુર, દિલ્હી, મુંબઈ સહિત અનેક શહેરોમાં કંપનીની ઓફિસોમાં દરોડા પાડવામાં આવ્યાં છે. કંપનીએ આયાત-નિકાસના વ્યવહારો દર્શાવ્યા હતા. પરંતુ કોઇ નિકાસ જ કરી ન હતી. લોન મેળવવા માટે કંપની તથા ડાયરેક્ટરોએ જામીનદારોમાં બોગસ દસ્તાવેજો રજૂ કર્યાં હતાં. કંપની તથા ડાયરેક્ટરોએ 3592.45 કરોડનું કૌભાંડ કર્યું હોવાનું ફરિયાદમાં દર્શાવાયું છે.ભારતીય બેંકોને 14000 કરોડનો ચૂનો ચોપડીને વિદેશમાં ફરાર થઇ ગયેલાનીરવ મોદી તથા મેહુલ ચોક્સીએ આચરેલા કૌભાંડના ધોરણે જ આ કૌભાંડ કરવામાં આવ્યું છે.