જાપાનના ટોકિયોમાં યોજાયેલી ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમનો પોતાના ગ્રુપની અંતિમ મેચ વિજય થયો છે. ટીમે આ મુકાબલામાં સાઉથ આફ્રિકાને 4-3થી હાર આપીને ઓલમ્પિકમાં બીજી જીત મેળવી છે. ભારત તરફથી વંદના કટારિયાએ સૌથી વધુ ત્રણ ગોલ કર્યા. આ વિજય સાથે જ ભારતીય ટીમ ગ્રુપ એમાં ચોથા ક્રમે છે અને હવે તેની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવાની આશા છે.
જ્યારે ઓલમ્પિકમાં ડિસ્કસ થ્રોમાં મહિલાઓની સ્પર્ધામાં ભારતની કમલપ્રીત કૌરે 64 મીટરના સ્કોર સાથે ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. તે ગ્રુપ બીમાં બીજા સ્થાને રહી છે. જોકે અન્ય રમતોમાં ભારતીય ખેલાડીઓએ નિરાશ કર્યા છે. તીરંદાજીની પ્રી ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં અતનુ દાસની જાપાન સામે 6-4થી હાર થઇ છે. જ્યારે બોક્સિંગ અમિત પંઘાલ પણ હાર થતા તે ગેમની બહાર આવી ગયા છે, તેની વર્લ્ડ ચેમ્પિયન કોલમ્બિયન બોક્સર સામે હાર થઇ છે.