ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઑફ BJP, UK દ્વારા 13મી માર્ચ 2022ના રોજ હેસ્ટન હાઈડ હોટેલ, લંડન ખાતે યુ.પી., ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં ભાજપની તાજેતરની ચૂંટણીઓમાં થયેલી જીતની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં પદ્મ શ્રી બોબ બ્લેકમેન સહિત ઘણા પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતથી થઈ હતી. ત્યારબાદ જ્ઞાન શર્મા દ્વારા ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પર એક કવિતા ‘ચોકીદાર દેખ કર’ રજૂ કરાઇ હતી.   ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઑફ BJPના પ્રમુખ શ્રી કુલદીપ શેખાવતે મહેમાનોનું સ્વાગત કરી સૌને અભિનંદન આપી ચૂંટણીઓ જીતવા માટે સામાન્ય માણસના કલ્યાણ માટે ભાજપ દ્વારા લેવામાં આવેલા મુખ્ય પગલાઓ વિષે માહિતી આપી હતી.

શ્રી બોબ બ્લેકમેને દરેકને અભિનંદન આપવા સાથે ટૂંકું ભાષણ આપી ભાજપ અને કન્ઝર્વેટિવ પક્ષને કુદરતી સાથી કહ્યા હતાં. ડૉ. આદિશ અગ્રવાલા (પ્રમુખ, ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઑફ જ્યુરિસ્ટ્સ) એ કુલદીપ શેખાવત અને બોબ બ્લેકમેનને PM મોદીજી પર લખાયેલ પુસ્તક અર્પણ કર્યું હતું. કાર્યક્રમનું સમાપન હળવા સંગીત અને ભોજન સાથે કરવામાં આવ્યું હતું.