પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલી વખત હિન્દુ યુવતીએ પાકિસ્તાનની સૌથી મુશ્કેલ ગણાતી સેન્ટ્રલ સુપીરિયર સર્વિસિસ (સીએસએસ)ની પરીક્ષા પ્રથમ પ્રયાસે પાસ કરી છે અને તેની પાકિસ્તાન એડમિનિસ્ટ્રેશન સર્વિસિસ (પીએએસ)માં પસંદગી થઈ છે.

27 વર્ષની ડોકટર સના રામચંદ ગુલવાનીએ સેન્ટ્રલ સુપિરિયર સર્વિસની પરીક્ષા મેં મહિનામાં જ પાસ કરી લીધી હતી પણ સોમવારે તેની એપોઈ્ન્ટમેન્ટ પર પણ મહોર વાગી ગઈ છે. સના રામચંદ સિંધ પ્રાંતના શિકારપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે. આ પ્રાંતમાં હિન્દીની સૌથી વધુ વસતિ છે.

પાકિસ્તાનમાં આ પરીક્ષા ભારતની યુપીએસસીની પરીક્ષા જેવી ગણાય છે. આ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોની પાકિસ્તાનની સરકારમાં ટોચના હોદ્દાઓ પર નિયુક્તિ થતી હોય છે. સનાએ જણાવ્યું હતું કે વાહે ગુરુજી કા ખાલસા અને વાહે ગુરુજી કી ફતેહ, અલ્લાહનો આભાર કે મેં સેન્ટ્રલ સુપિરિયર સર્વિસની પરીક્ષાને પાસ કરી લીધી છે. પરીક્ષામાં મારો પહેલો પ્રયાસ હતો અને હું ખુશ છું. હું જે ઈચ્છતી હતી તે મેં મેળવ્યુ છે. આ પરીક્ષા ક્લીયર કરવાનુ મેં નક્કી કર્યુ હતુ અને તેના માટે હું ભારે મહેનત કરી રહી હતી.