પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીજીની દિવ્ય હાજરી, આશીર્વચન અને પ્રેરણા સાથે ઉત્તરાખંડના ઋષિકેશના વિશ્વપ્રસિદ્ધ પરમાર્થ નિકેતન આશ્રમમાંથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ખાસ લાઇવ મોર્નિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદેશમાં હોવા છતાં પૂજ્ય સાધવી ભગવતી સરસ્વતીજી ઓનલાઇન ઉજવણીમાં સામેલ થયા હતા અને પ્રેરક સંદેશ આપ્યો હતો. પૂજ્ય સાધવી આભા સરસ્વરતીજી, યોગાચાર્ય ડો. ઇન્દુ શર્માજી, ગંગા નંદીની, પરમાર્થ ઋશીકુમાર દ્વારા ઋષિકેશના ભગવાન શિવજીના ચરણો પાસે કોમન યોગ પ્રોટોકોલ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીજીએ તેમના પ્રેરણાદાયી સંદેશમાં જણાવ્યું હતુ કે “આજે આપણે ઇમ્યુનિટી (રોગપ્રતિકારશક્તિ) વધારવાની ઘણી વાતો કરીએ છીએ, પરંતુ આ પ્રક્રિયામાં આપણે હ્યુમાનિટી અને આપણી કમ્યુનિટીને ભૂલવી જોઇએ નહીં. ઇમ્યુનિટી, હ્યુમાનિટી અને કોમ્યુનિટીનું સંયોજન એ જ યોગ છે. ” સ્વામીજીના સંદેશનું ભારત સરકારના આયુષ મંત્રાલયના યોગ દિવસના લાઇવ બ્રોડકાસ્ટમાં પણ પ્રસારણ કરવામાં આવ્યું હતું.
પૂજ્ય સાધવી ભગવતીજીએ તેમના સંદેશમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આ સુંદર અવસરે ચાલો આપણે યોગની ઉજવણી કરીએ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટેની માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દરખાસ્તને સ્વીકારવાના યુનાઇટેડ નેશન્સના નિર્ણયની ઉજવણી કરીએ.