ચીન સાથે સરહદ વિવાદ અને કોરોના વાયરસના સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ 19 માર્ચથી લઈને અત્યાર સુધી પાંચ વખત સંબોધન કરી ચુક્યા છે. આ તેમનું છઠ્ઠુ રાષ્ટ્રજોગ સંબોધન છે. તેમણે કહ્યું કે હું દરેક ખેડૂત અને કરદાતાનો આભાર માનુ છું. આવનારા સમયમાં અમે અમારા પ્રયાસોની ગતિ વધારશું. અમે બધાને સશક્ત કરવા માટે સતત કામ કરીશું. આજે દેશના અન્નનો ભંડાર ભરેલો છે, આજે ગરીબનો ચુલો ચાલે છે.

તમે ઇમાનદારીથી ટેક્સ ભર્યો છે, પોતાનું દાયિત્વ નિભાવ્યું છે. જેથી આદે દેશનો ગરીબ સંકટના સમયમાં મુકાબલો કરી રહ્યો છે. દેશભરમાં એક રાશનકાર્ડ પર કામ કરવામાં આવસે. આજે સરકાર બધાને રાશન આપી રહી છે તો તેની ક્રેડિટ અન્નદાતા કિસાન અને બીજા ઈમાનદાર ટેક્સપેયરને જાય છે. દરેક પરિવારને મહિને પાંચ કિલો ઘઉં અથવા ચોખા અને એક કિલો ચણા આપવામાં આવશે.

તેમાં 90 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થશે. છેલ્લા ત્રણ મહિનાનો પણ ખર્ચ જોડી દેવામાં આવે તો આશરે 1.5 લાખ કરોડ થાય છે. તહેવારોના સમયમાં ખર્ચ પણ વધે છે. નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો વિસ્તાર હવે દીવાળી અને છઠ પૂજા સુધી, એટલે કે નવેમ્બરના અંત સુધી કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે હું આ ક્ષેત્ર સાથે જોડાયેલી મહત્વપૂર્ણ જાહેરાત કરવા જઈ રહ્યો છું.

વર્ષા ઋુતુ બાદ કૃષિ ક્ષેત્રમાં કામ થાય છે. જુલાઈથી ધીમે-ધીમે ત્હેવારોનો માહોલ બની રહ્યો છે. શ્રાવણ શરૂ થઈ રહ્યો છે. રક્ષાબંધન આવશે, કૃષ્ણજન્માષ્ટમી આવશે. કોરોના સામે લડતા ભારતમાં 80 કરોડ લોકોને ત્રણ મહિના માટે રાશન ફ્રીમાં આપવામાં આવ્યું છે.

દરેક પરિવારને દર મહિને એક કિલો દાળ પણ આપવામાં આવી. એક રીતે જુઓ તો અમેરિકાની કુલ જનસંખ્યાના અઢી ગણા વધુ લોકોને, બ્રિટનની જનસંખ્યાથી 12 ગણા વધુ લોકોને અને યૂરોપીય યૂનિયનની વસ્તીથી બમણાથી વધુ લોકોને સરકારે ફ્રીમાં અનાજ આપ્યું છે.

દેશ હોય કે વ્યક્તિ સમય પર અને સંવેદનશીલતાથી નિર્ણય લેવા પર સંકટનો મુકાબલો કરવાની શક્તિ અનેક ગણી વધારી દે છે. તેથી લૉકડાઉન થતા સરકાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના લઈને આવી. આ યોજના હેઠળ ગરીબો માટે પોણા બે લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું.

છેલ્લા ત્રણ મહિનામાં જનધન ખાતામાં 31 હજાર કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા. 9 કરોડ કિસાનોના બેન્ક ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા. જે લોકો નિયમોનું પાલન કરી રહ્યાં નથી તેને રોકવા પડશે અને સમજાવવા પડશે. તમે સમાચાર જોયા હશે કે એક દેશના પ્રધાનમંત્રી પર 13 હજારનો દંડ ફટકારવામાં આવ્યો કારણ કે તેમણે જાહેર સ્થળે માસ્ક નહોતું પહેર્યું.

ભારતમાં પણ સ્થાનીક તંત્રએ મજબૂતીથી કામ કરવુ પડશે. લૉકડાઉન દરમિયાન ગંભીરતાથી નિયમોનું પાલન કર્યું હતું. હવે દેશના નાગરિકોએ ફરીથી સાવચેતી દેખાડવાની જરૂર છે. જ્યારથી અનલૉક 1 થયું છે ત્યારથી લોકોની બેજવાબદારી વધી ગઈ છે. પહેલા આપણે વધુ સતર્ક હતા પરંતુ આજે વધુ સાવચેત રહેવાની જરૂર છે તો બેજવાબદારી ચિંતાનું કારણ છે.

કોરોના વિરુદ્ધ લડતા-લડતા આપણે અનલૉક-2માં પ્રવેશ કરી રહ્યાં છીએ. આપણે તે હવામાનની સીઝનમાં પણ પ્રવેશ કરી રહ્યાં છીએ જેમાં શરદી, ઉધરસ અને તાવ આવે છે. આ કેસો વધી રહ્યાં છે. તેવામાં બધા દેશવાસીઓને પ્રાર્થના છે કે આવા સમયે પોતાનું ધ્યાન રાખો