વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે નેશનલ કેડેટ કોર્પ્સના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું હતું કે આપણે જાણીએ છીએ કે આપણા પડોશી દેશ આપણી સાથે ત્રણ વખત લડાઈ હારી ચુક્યા છે. આપણા સશસ્ત્ર દળોએ તેમને હરાવવા 10-12 દિવસથી વધારે સમય નહીં લાગે. તેઓ દાયકાઓથી આપણી સામે પરોક્ષ યુદ્ધ લડી રહ્યા છે. તેમા હજારોની સંખ્યામાં નાગરિકો, જવાનોએ જીવ ગુમાવ્યો છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370 હંગામી હતી, માટે તેને દૂર કરવામાં આવી. કાશ્મીરના કેટલાક લોકો તેના પર રાજકારણ કરતા રહ્યા છે, રાષ્ટ્રધ્વજનું અપમાન થતું રહ્યું અને તેઓ ફક્ત પોતાની મતબેંક જ જોતા હતા. 70 વર્ષ બાદ કાશ્મીરમાંથી 370 કલમ હટાવવામાં આવી છે, તે અમારી જવાબદારી હતી. પાકિસ્તાન આપણી સામે કોઈ પણ રીતે યુદ્ધમાં જીતી શકે તેમ નથી, માટે તેણે દેશમાં બોમ્બ વિસ્ફોટ અને આતંકવાદી હુમલા કર્યા. ભારત માતાનું લોહી વહેતુ રહ્યું, પણ જ્યારે સેના એક્શન માટે તૈયાર હતી ત્યારે તેને ના પાડવામાં આવતી હતી. આજે યુવા વિચાર છે. ભારત આગળ વધી રહ્યો છે.
આતંકવાદીઓને તેમના ઘરમાં જઈને જવાબ આપવામાં આવી રહ્યા છે. આપણે જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદ તથા આતંકવાદને ખતમ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ અને તેને ઉખાડી ફેકશું જ. મોદીએ કહ્યું- અગાઉ ચારેય તરફ આતંદવાદી હુમલા, અલગાવવાદીઓના વિરોધ પ્રદર્શનો, હિંસા, રાષ્ટ્રધ્વજનું અપમાન અને ભ્રષ્ટાચારના સમાચાર આવતા હતા. આપણે આ માટે તૈયાર ન હતા.
કોઈ બિમારીનો ઈલાજ કરવામાં ન આવે તો તે ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે. અમે સમસ્યાઓને હળવાસથી લઈ શકીએ નહીં. કાશ્મીરમાં સમસ્યાઓ હતી પણ બે-ચાર પરિવારે તેને યથાવત સ્થિતિમાં જાળવી રાખી અને રાજકારણ કરતા કહ્યા. આતંકવાદીઓની હિંમત વધતી ગઈ. લાખો લોકો તેમના ઘરોમાંથી કાઢી મુકવામાં આવ્યા અને સરકાર કંઈ જ ન કરી શકી. આ સ્થિતિમાં આતંકવાદીઓની હિમ્મત વધતી રહી.