Met officer blamed for road rage incident
(Photo by Dan Kitwood/Getty Images)

કોવિડ નિયમોના ભંગ કરી પાટનગર લંડનના બેથનલ ગ્રીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક બે નહિં પણ પૂરા 31 પોલીસ અધિકારીઓને મેરેથોન હેરકટ સેશન અંતર્ગત 17 મી જાન્યુઆરીએ એક સાથે વાળ કપાવવા બદલ ઝડપી લેવામાં આવ્યા હતા. આ તમામ અધિકારીઓને વ્યક્તિ દીઠ £200નો દંડ ભરવો પડે તેવી શક્યતાઓ છે. જો કે વાળ કાપવા બદલ ચૂકવાયેલી રકમનું દાન કરવામાં આવ્યું હતું.

આ ઘટના પોલીસ ફોર્સ માટે એટલા માટે શરમજનક છે કેમ કે મેટ પોલીસના અધિકારીઓ લંડનમાં કોવિડ ગાઇડલાઇન્સના નિયમોનો ભંગ કરનારાઓ પર કડક કાર્યવાહી કરે છે. મેટ્રોપોલિટન પોલીસના આ 31 અધિકારીઓએ સાગમટે હેરકટ કરી લોકડાઉનના નિયમો તોડ્યા હતા.

ઇંગ્લેન્ડમાં નેશનલ લોકડાઉનના નિયમો હેઠળ બાર્બર્સ અને હેરડ્રેસર કોવિડ-19નો ચેપ ન ફેલાય તે માટે કામ કરી શકતા નથી. પણ એક પ્રોફેશનલ બાર્બર પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતો. મેટ પોલીસે જણાવ્યું હતું કે તપાસમાં બે અધિકારીઓની ઓળખ કરવામાં આવી હતી જેઓ મેરેથોન હેરકટિંગ સેશનના આયોજનમાં સામેલ હતા. જેમની સામે મીસકન્ડક્ટ હેઠળ તપાસ ચાલી રહી છે.

ગયા અઠવાડિયે નવ મેટ પોલીસ અધિકારીઓને એક સાથે નાસ્તો કરવા બદલ દંડ કરવામાં આવ્યો હતો.