Home Secretary, Priti Patel(Photo by Jeff J Mitchell/Getty Images)

પોલીસ દળો ઉપર નજર રાખતા કોન્સ્ટેબ્યુલરીના પાંચ ઇન્સ્પેક્ટરો પૈકીના એક સિનિયર પોલીસ અધિકારી કહેવાતા વંશીય પક્ષપાત અંગે ગૃહપ્રધાન પ્રીતિ પટેલ સામે દાવો માંડી રહ્યા છે. પ્રીતિ પટેલ મેટ પારના કિસ્સામાં કાર્યવાહી ગુપ્ત રાખી શક્યા નથી તેવો આક્ષેપ મૂકાયો છે.
ભૂતપૂર્વ નૌકા અધિકારી મેટ પારે રોજગાર ટ્રીબ્યુનલને જણાવ્યું હતું કે તેમનું વેતન તેમના જેવી જ કામગીરી નીભાવતા અશ્વેત મહિલા અધિકારી કરતાં અોછું છે લંડનમાં ટ્રીબ્યુનલને જણાવાયા પ્રમાણે મેટ પારને મહિલા પોલીસ અધિકારી વેન્ડી વિલિયમ્સના 185000 પાઉન્ડના વેતન કરતાં 45000 પાઉન્ડ અોછું વેતન મળે છે જે તેમની જાતિ અને વંશના કારણે દાખવાયેલી અસમાનતા છે. ગૃહપ્રધાન પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે વેતનમાંનો તફાવત તેણીના (પ્રીતિ પટેલ) અધિકારીઅો દ્વારા આરંભાયેલી સીનિયર સ્ટાફના વેતનમાં કાપ અંગેની ઝુંબેશના કારણે છે. પ્રીતિ પટેલે આ કેસની વિગતોને ગુપ્ત રાખવા પ્રયાસ કર્યો હતો.
પ્રીતિ પટેલના વકીલોએ જણાવ્યું હતું કે જે તે ચર્ચાવિચારણાની વિગતોને જાહેર કરવાથી વેન્ડી વિલિયમ્સના પ્રાઇવેસી અધિકારના ભંગરૂપ નીવડશે. જજ ગ્રીફીથ્સે જો કે આદેશ આપ્યો હતો કે આ કેસની જાહેરમાં સુનાવણી કરીને ચુકાદો સંપૂર્ણતયા જાહેર થવો જોઇએ.
ભૂતપૂર્વ રીપર એડમીરલ મેટપારને સ્કોટલેન્ડ યાર્ડ અને નેશનલ ક્રાઇમ એજન્સીની કામગીરી ઉપર નજર રાખવા 2016માં નિયુક્તિ આપવામાં આવી હતી. મેટ પારે કહેવાતા જાતિય અને વંશીય પક્ષપાત અને સમાન વેતનનો દાવો કરીને 2018માં કેસ દાલખ કર્યો હતો.
આ કેસ ટ્રીબ્યુનલ સમક્ષ ગત જૂનમાં ચાલ્યો હતો અને એવો આદેશ કરાયો હતો કે પુરાવાને ગુપ્તતાના ધોરણે સાંભળવા. જાન્યુઆરીમાં જ્યારે કેસની સંપૂર્ણ સુનાવણી આરંભાઇ ત્યારે આ આદેશને ફગાવી દેવાયો હતો.
ટ્રીબ્યુનલે જણાવ્યું હતું કે જે તે સમયની ચર્ચા વિચારણાની સંપૂર્ણ વિગતો સાંભળ્યા વિના જાહેર જનતા કેસને સમજી શકશે નહીં.
જસ્ટીસ ગ્રીફીથ્સે જણાવ્યું હતું ગૃહપ્રધાનના દાવા પ્રમાણે વેતનમાં અસમાનતા સીનિયરોના વેતન કાપની નીતિના કારણે છે. પ્રીતિ પટેલ દ્વારા વેતન મામલે કરાયેલા દાવા માટે રોજગાર ટ્રીબ્યુનલને આ કેસ ફરીથી સોંપાશે.