ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર, 30 ઓક્ટોબર 2021ના રોજ વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસને મળ્યા હતા. (PTI Photo)TWITTER IMAGE POSTED BY @narendramodi ON SATURDAY, OCT. 30, 2021**

વેટિકનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પોપ ફ્રાન્સિસ વચ્ચેની મુલાકાતને આવકારતા આરએસએસએ જણાવ્યું હતું કે આ મુલાકાતથી રાષ્ટ્રની પ્રતિષ્ઠામાં વધારો થશે.

આરએસએસના મહામંત્રી દત્તાત્રેય હોસબાળે જણાવ્યું હતું કે દેશના વડા વિશ્વની હાલની સભ્ય વ્યવસ્થામાં કોઇને મળે તો તેમાં ખોટું શું છે. અમે તેને આવકારીએ છીએ કારણ કે અમે ‘વસુધૈવ કુટુંબકમ’માં માનીએ છીએ. અમે તમામ ધર્મનું સન્માન કરીએ થીએ.  તેમણે જણાવ્યું હતું કે તે આનંદની વાત છે કે વડાપ્રધાન બીજા દેશોના વડાઓને મળી રહ્યાં છે અને આપણા રાષ્ટ્રની પ્રતિષ્ઠામાં વધારો કરી રહ્યાં છે.